મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

હળવદમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ વિડિયોમાં દારૂની બોટલ સાથે દેખાતા ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા


SHARE















હળવદમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ વિડિયોમાં દારૂની બોટલ સાથે દેખાતા ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા

મોરબી જીલ્લામાં ગઇકાલે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયેલ હતો જે વિડીયો હળવદ તાલુકાનો હોવાનું સામે આવ્યું હતું અને ગાડીમાં બેઠેલા ત્રણ શખ્સ પૈકીનો એક દારૂની બોટલ વિડિયોમાં બતાવતો હતો જેથી કરીને પોલીસે વિડીયો આધારે તપાસ શરૂ કરી હતી અને હાલમાં કાર સહિત બે લાખનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયામાં વ્યુહ અને લાઈક મેળવવા માટે ગુના આચારતા પણ યુવા ધન અચકતું નથી તેવામા મોરબી જીલ્લામાં ગઇકાલે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયેલ હતો જેમાં ગાડીમાં બેઠા શખ્સ દ્વારા દારૂની બોટલ બતાવવામાં આવતી હતી જેથી કરીને વાઇરલ વિડિયોમાં દેખાતા શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી અને હળવદના બાયપાસ રોડ ઉપર આવેલ ત્રણ રસ્તા પાસેથી પસાર થતી કાર હોવાનું આવ્યું હતું જેથી કરીને કાર નંબર જીજે એમબી 7124 ને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી ત્યારે કારમાંથી 300 એમએલ જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર મળીને કુલ 2 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દર્શન ઉર્ફે દશો ભરતભાઇ તારબુંદીયા (21) રહે કણબીપરા હળવદ, રુદ્ર કૌશિકભાઈ ઉર્ફે ગોપી ઠાકર (19) રહે. જાની ફળિયું હળવદ અને રજની ઉર્ફે જગુડો રાજુભાઈ ગોયલ (19) રહે. ગોરી દરવાજા હળવદ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News