મોરબીના અમુલ જોશીની મિશન નવભારતમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે વરણી
મોરબીમાં ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ યોજાનાર રંગારંગ કાર્યક્રમ માટે નામ નોંધણી શરૂ
SHARE







મોરબીમાં ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ યોજાનાર રંગારંગ કાર્યક્રમ માટે નામ નોંધણી શરૂ
મોરબીમાં ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, મોરબી યુવક સમિતિ તથા મહિલા સમિતિ દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેવા માટે નજીવી એન્ટ્રી ફી રાખવામા આવી છે.
મોરબીમાં સાવસર પ્લોટ શેર નંબર 10/11 વચ્ચે આવેલ ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડીએ આગામી તા 29 ને રવિવારના રોજ બપોરે 3:30 વાગ્યે રંગારંગ કાર્યક્રમ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં 5 થી 13 વર્ષના બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી અને એક મિનીટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, બાળકો અને યુવાનો માટે પસંદ અપની અપની, ડાંસ, અભીનય, સિગીંગ કે અન્ય કોઈપણ કૃતિ સ્ટેજ પરથી રજુ કરવી હોય તો તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે વધુમાં વધુ 5 મિનીટનો સમય સ્પર્ધકને આપવામાં આવશે. અને જુદીજુદી જે ઇવેન્ટ રાખવામા આવેલ છે તેમાં એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે 50 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે જેથી કરીને એન્ટ્રી ફી ભરીને વહેલી તકે નામ નોંધાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને એન્ટ્રી નોંધાવવા માટેની છેલ્લી તારીખ 22 જુન રાખવામા આવેલ છે અને વધુ માહિતી માટે અંબરીશભાઈ જોષી (94262 21466, 81603 24155)નો સંપર્ક કરવા જણાવ્યું છે.
