મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પોલીસમાં કરેલ ખોટી અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે માંગેલી લાંચ સ્વીકારતા હેડ કોન્સટેબલ રંગે હાથે પકડાયો


SHARE











મોરબી પોલીસમાં કરેલ ખોટી અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે માંગેલી લાંચ સ્વીકારતા હેડ કોન્સટેબલ રંગે હાથે પકડાયો

મોરબીના નાની વાવડી ગામે પ્લોટની ખરીદી કરનારા સામે પોલીસમાં ખોટી અરજી કરવામાં આવી હતી જે અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે અને અરજીનો નિકાલ કરવા માટે 2.50 લાખની લાંચની માંગણી કરી હતી અને તે પૈકીનાં 2.35 લાખ રૂપિયા સ્વીકારતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતો હેડ કોન્સેટબલ એસીબીના છટકામાં રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ ગયો હતો જેથી એસીબી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે અને અન્ય કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતો હિતેશભાઈ મકવાણા નામનો હેડ કોન્સટેબલ અરજદાર પાસેથી દલવાડી ચાર રસ્તા પાસે આવેલ સુરેશ પાન પાર્લરની બાજુમાં લાંચ સ્વીકારતા ગઇકાલે મોડી સાંજે રંગે હાથ ઝડપાઈ ગયો હતો જેથી એસીબીની ટીમ દ્વારા તેને મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ એસીબી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને હાલમાં જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં જણાવ્યુ છે કે, અરજદાર ફરીયાદીએ તા. 6/9/24 ના રોજ મોરબીના નાની વાવડી ગામે પ્લોટની ખરીદ કરી હતી અને તે બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી કરવામાં આવી હતી જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ માટે અરજદાર પાસેથી 2.50 લાખની લાંચ માંગી હતી અને તે પૈકીનાં 2.35 લાખ રૂપિયા આરોપીએ સ્વીકારતાની સાથે જ તેની એસીબીની ટીમે ધરપકડ કરી હતી અને આ આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ લાંચની રકમ સ્વીકારવામાં અન્ય કોઈ અધિકારી હેડ કોન્સટેબલ સાથે સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. 






Latest News