મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા (મી)માં દારૂની બે રેડ: 11 બોટલ દારૂ કબ્જે, બે આરોપી પકડાયા એકની શોધખોળ


SHARE









મોરબી-માળીયા (મી)માં દારૂની બે રેડ: 11 બોટલ દારૂ કબ્જે, બે આરોપી પકડાયા એકની શોધખોળ

મોરબીના સનાળા રોડે સત્યમ પાન વાળી શેરીમાં અને માળીયા મીયાણાના વાગડિયા ઝાંપા પાસે દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે પોલીસે 11 બોટલ દારૂ કબ્જે કર્યો હતો અને બે આરોપીને પકડ્યા છે જો કે, એક આરોપી પકડવાનો બાકી છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં ઓમ એન્ટરપ્રાઇઝ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 8 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 4,392 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મુકેશભાઈ જેરામભાઈ પરમાર (41) રહે. પરસોતમ ચોક સતવારા સમાજની વાડી પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો તેણે મિલનભાઈ ભરતભાઈ કંઝારીયા રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો માળીયા મીયાણાના વાગડિયા ઝાંપાથી આગળના ભાગમાં અખાડા પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 3 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1,950 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે ઝાકીરહુસેન અકબરભાઈ માલાણી (19) રહે. માલાણી શેરી માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News