મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં


SHARE









વાંકાનેર નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં

વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર નૂર પ્લાઝા સામે સ્કૂટરને કાર ચાલકે હડફેટે લેતા બે વ્યક્તિઓને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ઈજા પામેલ યુવાને કાર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા ગુલામહુસેનભાઇ મહમદભાઈ કડીવાર (45)એ કાર નંબર જીજે 12 આઈસી 0529 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ નૂર પ્લાઝા સામેથી ફરિયાદી તેઓની પાડોશમાં રહેતા ગુલામમોઈનભાઈ નૂરમામદભાઈના જ્યુપિટર નંબર જીજે 36 એમ 4085 માં ગુલામમોઇનભાઈને વાંકાનેર ખાતે વસ્તુ લેવી હોય બંને કેરાળાથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા અને ગુલામમોઇનભાઈ તેનું સ્કૂટર ચલાવી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને બંને પગના ઢીંચણ, બંને હાથમાં, જમણા હાથના અંગૂઠામાં, આંગળીઓમાં અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી તથા સ્કૂટર ચલાવી રહેલા ગુલામમોઇનભાઈને માથાના ભાગે અને કમરના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા થયેલ છે જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને પોતાના હવાલા વાળી કાર લઈને આરોપી સ્થળ ઉપરથી નાશી ગયેલ હોય આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત ગુલામહુસેનભાઈ કડીવાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News