મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં અદકેરી નામના ધરાવતી પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈના નેજા હેઠળ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં વિધાર્થીના જીવન વિકાસના વિવિધ આયામો સતત ચાલુ હોય છે. જે અંતર્ગત આજ રોજ પી.જી.પટેલ કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટી (BBA) ના વિધાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

 આજના કોલેજીયન યુવાઓ સોશિયલ મીડિયા, હરવા ફરવામાં અને મોજ શોખમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે પી.જી.પટેલ કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટી (BBA) ના વિધાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની દાખલારૂપ અને સમાજને રાહ ચિંધનારી ઉજવણી કરવામાં આવી હતી. આ વિશિષ્ટ ઉજવણી અંતર્ગત લોકો પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરે અને પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત જાગૃત થાય તેવા ઉમદા હેતુસર કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટી (BBA) ના વિધાર્થીઓ દ્વારા બિનઉપયોગી કાગળની પસ્તી માંથી જાત મહેનતે ૫૦૦ થી વધુ ઇકો-ફ્રેન્ડલી થેલીઓ (CARRY BAGS) તૈયાર કરી હતી અને મોરબી ની અલગ અલગ જગ્યાએ રૂબરૂ જઈને આ ઇકો-ફ્રેન્ડલી થેલીઓ (CARRY BAGS) નું વિતરણ કર્યું હતું અને  SAY NO TO PLASTICS, SAY YES TO PAPER BAGS ના શિર્ષક હેઠળ પર્યાવરણ સંરક્ષણ ની દિશામાં સામાજીક જાગૃતિ લાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો હતો.

આ થેલીઓ બનાવવાથી લઈને વહેંચવા સુધીનું દરેક કાર્ય બીબીએ સ્ટુડન્ટ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું. આ થેલીઓનું વિતરણ અક્ષય મેડિકલ, ભવાની બેકરી, કેબી બેકરી અને અશોક મેડિકલ જેવી વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું. જેની સાથે સાથે વિદ્યાર્થીઓએ મોરબી વાસીઓને સંદેશ આપ્યો કે “SAY NO TO PLASTIC”.  આ કાર્યક્રમમાં ડોક્ટર પ્રેયસ ભાઈ પંડ્યાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. સમાજને જાગૃત કરવાના આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર રવિન્દ્ર ભટ્ટ તથા ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા એ ઉપસ્થિતિ આપી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સાથે કોલેજના દરેક સ્ટાફ મેમ્બર્સ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર ઉમદા પ્રોજેક્ટ બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફગણે મેનેજમેન્ટ ફેકલ્ટી (BBA) ના વિધાર્થીઓને બિરદાવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવાજ સમાજ ઉપયોગી અને જન-જાગૃતિના પ્રકલ્પો કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.






Latest News