મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સહેનશાવલી પાટીયા પાસેથી 347 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.76 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ


SHARE









માળીયા (મી)ના સહેનશાવલી પાટીયા પાસેથી 347 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.76 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

માળીયા (મી)ના સહેનશાવલી પાટીયા પાસેથી કચ્છ-મોરબી હાઇવે ઉપરથી ઇકોસ્પોર્ટ ગાડી પસાર થઇ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની 347 બોટલ મળી આવી હતી જેથી દારૂ અને ગાડી સહિત કુલ મળીને 4.76 લાખના મુદામાલ સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી.ગોહિલ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ રાજપુત, રાયમલભાઇ શિયારને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, કચ્છ તરફથી ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કાર નં. જીજે 3 એફડી 9056 વાળી આવી રહી છે તેમાં દારૂનો જથ્થો ભરેલ છે જેથી કરીને પોલીસ વોચમાં હતી તેવામાં માળીયા મીંયાણા સહેનશાવલી પાટીયા પાસે કચ્છ મોરબી હાઇવે રોડ ઉપરથી મળેલ બાતમી મુજબની કાર નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 347 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 4,71,500 નો દારૂ અને 4 લાખની કાર તેમજ 5 હજારનો એક મોબાઈલ આમ કુલ મળીને 8,76,500 ના મુદામાલ સાથે આરોપી અભીષેકભાઇ મુકેશભાઇ બદીયાણી (27) રહે. જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં મામા રહે. સામખીયાળી વાળાનું નામ સામે આવ્યું છે જેથી બે શખ્સોની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે અને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. 




Latest News