મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : માળિયાના ભાવપર ગામે માતાએ કામ બાબતે ઠપકો દેતા ગળેફાસો ખાઈ ગયેલ યુવતીનું મોત


SHARE













મોરબી : માળિયાના ભાવપર ગામે માતાએ કામ બાબતે ઠપકો દેતા ગળેફાસો ખાઈ ગયેલ યુવતીનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના ભાવપર ગામે રહેતા પરિવારની યુવતી ગળેફાંસો ખાઈ ગઈ હતી.જેથી તેણીનું મોત નીપજ્યું હતું.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કામ બાબતે માતાએ ઠપકો આપ્યો હતો જે બાબતે મનમાં લાગી આવતા યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું..!

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ભાવપર ગામે રહેતા પરિવારની નિકિતાબેન કનુભાઈ સાંતલપરા કોળી નામની ૧૭ વર્ષીય યુવતીએ તેના ઘરે ફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન પ્રાથમિક ધોરણે સામે આવ્યું હતું કે મૃતક નિકિતાબેનને તેની માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો.જે વાતનું મનોમન લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.બનાવની આગળની તપાસ માટે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જઈ રહેલા રફીકભાઈ સુલેમાનભાઈ ખુરેશી (૪૫) રહે.કાલીકા પ્લોટ શેરી નંબર-૩ ના બાઈકને અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લીધું હતું.જેથી અકસ્માત બનાવમાં રફિકભાઈને ઇજા થતા અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતો પ્રતીક નંદલાલ ચાડમીયા નામનો ૨૪ વર્ષનો યુવાન નવા બસ સ્ટેશન પાસેથી બુલેટ ઉપર જતો હતો તે સમયે બુલેટ સાથે રીક્ષા અથડાઇ હતી.તે બનાવમાં ઈજા થતાં તેને પણ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મારામારીમાં વૃદ્ધને ઈજા

હળવદના કડીયાણા ગામે રહેતા વીરાભાઇ બુધાભાઈ પીપલોતર નામના ૬૦ વર્ષના વૃદ્ધને વાડી વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ધાંગધ્રા રોડ ઉપર હોન્ડાના શોરૂમ પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં અનુરાગસિંગ વિજેન્દ્રસિંહ તોમર (૨૧) રહે.શિવધારા પાર્ક ધરમપુર રોડ સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થતા અત્રેની ખાનગી સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News