માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા નજીક ખેડૂત પાસેથી 1.22 લાખની લૂંટ કરનાર બે આરોપીની ધરપકડ: રોકડ-કાર સહિત 5.20 લાખનો મુદામાલ કબ્જે


SHARE

















હળવદના ઢવાણા નજીક ખેડૂત પાસેથી 1.22 લાખની લૂંટ કરનાર બે આરોપીની ધરપકડ: રોકડ-કાર સહિત 5.20 લાખનો મુદામાલ કબ્જે

હળવદ તાલુકાનાં ઢવાણા ગામના પાટીયા પાસે મંદિરનું સારમાનું પૂછવાના બહાને ખેડૂતને ઊભો રાખવામા આવ્યો હતો અને ત્યાર બાદ સાધુના વેસમાં સ્વીફ્ટ ગાડીમાં આવેલ શખ્સ સહિતના બે શખ્સોએ કુલ મળીને 1.22 લાખની લૂંટ કરી હતી જે ગુનાનો એલસીબીની ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે અને લૂંટમાં ગયેલ રકમ પૈકી 1.20 લાખ સહિત કુલ મળીને 5.20 લાખના મુદામાલ સાથે વાંકાનેરના ભોજપરા વાદીપરાના રહેવાસી બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ધાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા અરજણભાઈ રણછોડભાઈ કાચરોલા (50)એ બે અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓ હળવદ માર્કેટ યાર્ડ ખાતે ગત તા 3/6 ના રોજ પોતાના તલનું વેચાણ કરવા માટે આવ્યા હતા અને તલનું વેચાણ કરીને મળે 1.12 લાખ તેમજ તેઓની પોસે રહેલા રોકડા 10 હજાર રૂપિયા આમ કુલ મળીને 1.22 લાખ લઈને ઘરે જતાં હતા ત્યારે ઢવાણા ગામના પાટીયા પાસે કારમાં સાધુના વેશમાં આવેલ વ્યક્તિએ મંદિરનો રસ્તો પૂછવાના બહાને તેઓને ઊભા રાખ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદી પાસેથી રોકડા 1.22 લાખની લૂંટ કરવામાં આવી હતી. અને કારમાં આવેલ બંને શખ્સ નાસી ગયા હતા જે ગુનાનો ભેદ એલસીબીની ટીમે ઉકેલી નાખ્યો છે અને બે શખ્સની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ઇશ્વરભાઇ કલોતરા અને ભરતભાઇ જીલરીયાને સંયુક્ત હકિકત મળેલ હતું કે ખેડૂત પાસેથી રોકડ રૂપિયાની લૂંટ કરનારા બંને શખ્સ પાસે ગ્રે કલરની સ્વીફ્ટ કાર હતી અને તે બંને વાંકાનેરના ભોજપરા વાદી વિસ્તારના છે જેનું નામ ધારુનાથ તથા બહાદુરનાથ છે જેથી પોલીસે તેને શોધી રહી હતી અને રાતાભેરથી માથક જવાના રસ્તા ઉપરથી આ શખ્સો કાર લઈને નીકળવાના છે જેથી સ્વીફ્ટ કાર નં. જીજે 36 એજે 6957 વાળી નીકળી હતી તેને રોકીને ચેક કરી હતી.

ત્યારે કારમાં બેઠેલા બંને શખ્સ પાસેથી 1.20 લાખ રોકડા મળી આવ્યા હતા જેથી પૂછપરછ કરતાં તેણે લૂંટની કબૂલાત આપી હતી જેથી રોકડ તેમજ 4 લાખની કાર આમ કુલ મળીને 5.20 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આરોપી બહાદુરનાથ સુરમનાથ પરમાર (30) તથા ધારૂનાથ જવેરીનાથ સોલંકી (35) રહે. બંને ભોજપરા વાદીપરા વાંકાનેર વાળાને હસ્તગત કરેલ છે અને તે બંને આરોપીને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી બહાદુરનાથ પરમાર સામે વાંકાનેર સિટી અને તાલુકામાં છેતરપિંડી સહિત કુલ મળીને 6 ગુના નોંધાયેલ છે જયારે ધારૂનાથ સોલંકી સામે ધોરાજી અમે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપિંડી તેમજ કાવતરા સહિતની  કલમ હેઠળ બે ગુના નોંધાયેલ છે.






Latest News