મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું કરાયું સન્માન


SHARE







વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું કરાયું સન્માન

વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજનું ગૌરવ ઝાપડા રોહિતભાઈ પાંચાભાઈ આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત આવતા સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો દ્વારા તેના સ્વાગત માટે સામૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ મહેમાન તરીકે પાપનાશણા ઠાકર મંદિર તરણેતરના મહંત પૂજ્ય રોહિતપુરી બાપુ  અને તાલુકા પંચાયતના ચેરમેન જીજ્ઞાસાબેન મેરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ રાજુભાઈ મેર, માજી સરપંચ ભગવાનજીભાઈ મેર, ઉપસરપંચ નારણભાઈ ઝાપડા, ખેતાભાઈ ઝાપડા વગેર આગેવાનો સહિત સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો હાજર રહ્યા હતા. ત્યારે જીજ્ઞાસાબેન મેરે દ્વારા અગ્નિવીર યોજના વિશે ગામ લોકોને માહિત આપવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, તમામ અગ્નિવીરોને 48 લાખનું નોન-પ્રીમિયમ વીમા કવર મળે છે, ડ્યુટી દરમિયાન મૃત્યુના કિસ્સામાં 44 લાખ રૂપિયાની વધારાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે, અને તાલીમ દરમ્યાન પહેલા વર્ષમાં 21,000,  બીજા વર્ષે 23,000, ત્રીજા વર્ષે 25,000 અને ચોથા વર્ષે 27,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે.






Latest News