મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકનું ગળામાં દુખાવો થતો હોય સારવાર દરમ્યાન મોત


SHARE









વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકનું ગળામાં દુખાવો થતો હોય સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકને ગળામાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે પ્રથમ મકનસર અને ત્યારબાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ફરજ પરના ડોક્ટર તે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલા તાલુકાના લાખણકા ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્કોવેર સેનેટરી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ મંગાભાઈ સોલંકીના 15 વર્ષના દીકરા રાકેશભાઈ રાજુભાઈ સોલંકીને ગત તા. 6/6 ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગળામાં દુખાવો થતો હોવાથી તેને મકાનસર ગામ પાસે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી દવા લઈને ઘરે જતાં રહ્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે સવારે તેને દુખાવો થતો હોવાથી મોરબીની શ્યામ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તે બાળકને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News