માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના દીઘલીયા ગામના યુવાનને રિસામણે બેઠેલ પત્નીએ દીકરીનું મોઢું ન જોવા દેતા વાડીએ અંતિમ પગલું ભર્યું


SHARE

















વાંકાનેરના દીઘલીયા ગામના યુવાનને રિસામણે બેઠેલ પત્નીએ દીકરીનું મોઢું ન જોવા દેતા વાડીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

વાંકાનેરના દીઘલીયા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે બેઠી હતી અને ત્યાં તેને દીકરીને જન્મ આપ્યો હતો જો કે, દીકરીનું મોઢું યુવાનને જોવા દેતા ન હતા જેથી યુવાનને મનોમન લાગી આવતા તે યુવાને પોતે પોતાની જાતે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના દિલીયા ગામે રહેતા મુઝફ્ફર ઉસ્માનભાઇ ખોરજીયા (25) નામના યુવાને દીઘલીયા ગામની સીમમાં રેલવેની ફાટક પાસે પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થતાં તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ ગુલામમોહીદિન ઉસ્માનભાઈ ખોરજીયા (28) રહે. દિલીયા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની પત્ની બેઠેલ છે અને તેણે પિયરમાં દીકરીને જન્મ આપ્યો હતો જો કે, દીકરીનું મોઢું મૃતક યુવાનને જોવા દેતા ન હતા જેથી તેને મનોમન લાગી આવતા તે યુવાને પોતે પોતાની વાડીએ જઈને ઝેરી દવા પી લેતા તે યુવાનનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News