મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે કાર ચાલકે હડફેટે લેતા 10 વર્ષની બાળકીને પગમાં ફ્રેકચર: ગુનો નોંધાયો


SHARE

















મોરબીના મકસર પાસે કાર ચાલકે હડફેટે લેતા 10 વર્ષની બાળકીને પગમાં ફ્રેકચર: ગુનો નોંધાયો

મોરબીના મકસર ગામ પાસે આવેલ એક્સેલ સીરામીક સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી દસ વર્ષની બાળકીને કાર ચાલકે હડફેટે લીધી હતી જેથી બાળકીને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તે બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દેવભૂમિ દ્વારકાના રહેવાસી અને હાલમાં વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા કવિતાબેન રમણીકભાઈ સોલંકી (27)કાર નંબર જીજે 36 આર 9855 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના મકનસર ગામ પાસે આવેલ એક્સેલ સીરામીક સામે સર્વિસ રોડ ઉપરથી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીની દીકરી ઢબુ (10) ને કાર ચાલકે હડફેટે લેતા તેને જમણા પગે ફેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટકે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે બાળકીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ચાર બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સીસમ સીરામીક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે 5,200 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ભગવાનજીભાઈ નામેરીભાઈ શામળિયા (38) રહે. લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News