મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી-મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE









ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી-મારામારી: હવે સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી અને મારા મારી થયેલ હતી જેથી બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક ઇન્દ્રપ્રસ્થ-2 શેરી નં-4 ખાતે રહેતા કિર્તીભાઈ ટપુભાઈ સંઘાણી (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ ખીમજીભાઇ સંઘાણી, રજનીકાંત ખીમજીભાઇ સંઘાણી અને કલ્પેશભાઈ ખીમજીભાઇ સંઘાણી રહે, બધા હરબટીયાળી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓના કૌટુંબિક ભાઈ ખુશાલભાઈની પાણીની પાઇપ લાઇનને પંકજભાઈ તથા રજનીકાંતભાઈ ખોદકામ કરીને કાપતા હતા જેથી ખુશાલભાઈએ તેને પાણીની પાઇપલાઇન કાપવાની ના પાડી હતી જે તેઓને સારું નથી લાગતા તેઓએ ખુશાલભાઈ તથા નૌતમભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદી તેઓને છોડાવવા માટે ગયો હતો અને તેણે પથ્થરનો છૂટો ઘા મારવામાં આવતા તેને ઈજા થઈ હોવાથી ત્રણ ટાંકા આવ્યા હતા અને કલ્પેશભાઈએ ફરિયાદીને લાકડી વડે મારમારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામા પક્ષેથી મૂળ હરબટીયાળીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં મવડી ચોકડી પાસે આદર્શ એવન્યુ સોસાયટી ફ્લેટ નંબર બી-702 માં રહેતા રજનીકાંતભાઈ ખીમજીભાઇ સંઘાણી (45)એ ખુશાલભાઈ જેઠાભાઈ સંઘાણી, નૌતમભાઈ ટપુભાઈ સંઘાણી અને કિર્તીભાઈ ટપુભાઈ સંઘાણી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદ પંકજભાઈ પોતાની વાડીએ ગયા હતા અને તેઓની વાડીમાંથી ખુશાલભાઈની પાણીની પાઇપલાઇન નીકળતી હોય જે કાઢવાની હતી પરંતુ કાઢેલ ન હતી માટે ફરિયાદીનો ભાઈ પંકજ ચાલીને બીજી વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં ખુશાલભાઈ અને નૌતમભાઈએ મારામારી કરી હતી તેમજ કીર્તિભાઈએ લાકડી વડે ફરિયાદીને જમણા હાથમાં કોણી પાસે તથા સાહેબ પંકજભાઈને વાંસાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News