મોરબીમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડમાં 34 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપીની ધરપકડ, એકની શોધખોળ
મોરબીના લીલાપર ગામની સીમમાંથી 1900 લિટર આથો ઝડપાયો, બે આરોપીની શોધખોળ: રાયસંગપર સીમમાં દારૂની બે રેડ
SHARE







મોરબીના લીલાપર ગામની સીમમાંથી 1900 લિટર આથો ઝડપાયો, બે આરોપીની શોધખોળ: રાયસંગપર સીમમાં દારૂની બે રેડ
મોરબીના લીલાપર ગામની સીમમાં બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક લોકોએ જાણ કરી હતી જેથી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1900 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે તે મુદ્દામાલનો નાશ કર્યો હતો અને આ માલ લીલાપર ગામે જ રહેતા બે શખ્સનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી જેના આધારે લીલાપર ગામની સીમમાં બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1900 લીટર આથો મળી આવતા પોલીસે 38,000 ની કિંમતના મુદામાલનો નાશ કર્યો હતો અને બેરલમાં ભરેલ આથાનો નાશ કર્યો હતો અને આ દેશી દારૂનો આથો રવિ કગથરા રહે. લીલાપર અને કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા રહે. લીલાપર વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં નદીના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવતા પોલીસે 5,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય આ માલ મહેશભાઈ કમાભાઈ ડાભી રહે. રાયસંગપર તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
આવી જ રીતે રાયસંગપર ગામની સીમમાં દારૂની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 120 લિટર આથો તથા 12 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 5400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ વિનોદ ઉર્ફે ટીનો કાનજીભાઈ ચૌહાણ રહે. રાયસંગપર વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
