મોરબીમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડમાં 34 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપીની ધરપકડ, એકની શોધખોળ
SHARE







મોરબીમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડમાં 34 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપીની ધરપકડ, એકની શોધખોળ
મોરબીમાં આવેલ માળિયા વનાળિયા સોસાયટી અને જોન્સનગરમાં રહેણાક મકાનમાં તેમજ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને દારૂની 34 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીમાં આવેલ માળિયા વનાળિયા સોસાયટીમાં સરકારી સ્કૂલની પાસે શક્તિ સોસાયટી નજીક રહેતા પ્રવીણભાઈ પરમારના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 25 બોટલો મળી આવતા પોલીસે 19,272 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો સવજીભાઈ પરમાર (30) રહે. માળિયા વનળિયા સોસાયટી સરકારી સ્કૂલની પાસે શક્તિ સોસાયટી નજીક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
7 બોટલ દારૂ
મોરબીના જોન્સનગર શેરી નં-8 માં રહેતા મકબુલ ચાનીયાના રહેણાક મકાનમાં દારૂનો જૂથોવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 7 બોટલો મળી આવતા 4,872 ની કિંમતની દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મકબુલભાઈ હનીફભાઈ ચાનિયા રહે. જોન્સનગર શેરી નં-8 મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બે બોટલ દારૂ
મોરબીમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે તેને ચેક કરતાં તે શખ્સ પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને 726 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને પોલીસે આરોપી રફિકભાઈ હાસમભાઇ કાસમણી (47) રહે. ફૂલછાબ કોલોની મસ્જિદ પાસે વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
