મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી


SHARE















હળવદના મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતો હતો અને નોકરી હતો જે યુવાન ગત તા 1 ના રોજ ગુમ થયો હતો અને ત્યાર બાદ તેનો તા 6 ના રોજ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અને કાલે મંગળવારે તે યુવાનના મૃતદેહનું પીએમ કરવામાં આવશે ત્યાર બાદ તેના મૃતદેહને મેરૂપર ગામે લઈ આવવામાં આવશે.

હળવદના મેરૂપર ગામનો જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા (29) નામનો યુવાન છેલ્લા સાતેક વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયામાં હતો અને ત્યારબાદ ત્યાં જ તે નોકરી કરતો હતો અને આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ મહિના બાદ તે યુવાન પોતાના પત્નીને સાથે લઈ ગયો હતો અને બંને સિડનીમાં રહેતા હતા. જો કે, જયદીપસિંહ ડોડીયા ગત તા. 1 જુનના રોજ રાત્રીના નોકરીએ ગયો હતો અને બાદમાં તે પાછો આવેલ ન હતો જેથી તેના પત્નીએ 2 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા ગુમ થયાની ફરિયાદ ત્યાં નોંધાવી હતી. જે અંગેના સમાચાર પણ ત્યાંના મીડીયામાં આવ્યા હતા ત્યારબાદ તા. 6 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં ઘરની બાજુમાંથી નીકળી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી તેના પત્નીને બોલાવીને તેના મૃતદેહની ઓળખ કરાવવામાં આવી હતી. હવે તા 10 ને મંગળવારે જયદીપસિંહ ડોડીયાના મૃતદેહનું પીએમ ત્યાં કરવામાં આવશે ત્યાર બાદ તેના મૃતદેહને હળવદના મેરૂપર ગામે લઈ આવવામાં આવશે અને તેના માટે મૃતક યુવાનના પરિવારજને દુતાવાસ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને જાણ કરી છે અને મૃતદેહને જલ્દીથી વતન લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.




Latest News