મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદમાંથી મોરબીના બે ચોરાઉ બાઇક સાથે બે આરોપીની કરી ધરપકડ


SHARE













હળવદમાંથી મોરબીના બે ચોરાઉ બાઇક સાથે બે આરોપીની કરી ધરપકડ

હળવદ તાલુકા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે બાઇક લઈને નીકળેલા બે શખ્સને રોકીને પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી આગવી ઢબે પૂછપરછ કરતાં આ બંને શખ્સોએ મોરબીમાંથી બે બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જે બંને બાઈકની રિકવરી પોલીસે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે અને વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે તજવીજ ચલ્લી રહી છે તેવામાં હળવદની મોરબી ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ સ્પલેન્ડર બાઇક સાથે બે શખ્સ નીકળ્યા હતા જેને રોકીને પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તે શખ્સોને વિશ્વાસમાં લઇને આગવી ઢબે પુછપરછ કરતા આ શખ્સોએ મોરબીમાં જૂના બસ સ્ટેશન તથા પાડા પુલ નીચે રવિવારી બજારમાંથી બે બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી આરોપી મહેશભાઇ રાજુજઇ વઢીયારા રહે. કાલીકા પ્લોટ મુનીબેન મુસ્લીમના મકાનમાં ભાડેથી મોરબી મુળ રહે. રોણી તાલુકો સમી અને મનોજભાઇ વરસીંગભાઇ વઢીયારા રહે. જીન પ્લોટ વિસ્તાર લીંબાસીયા સાહેબના દવાખાના પાસે હળવદ મુળ રહે. શંખેશ્વર બસ સ્ટેશન પાછળ તાલુકો સમી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બાઇક નં જીજે 36 9057 અને નં. જીજે 36 ડી 1025 રિકવર કરેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News