માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ 4600 ની રોકડ સાથે પકડાયા


SHARE

















ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ 4600 ની રોકડ સાથે પકડાયા

ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર સ્મશાન પાસે બાવળની જાળીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો ત્યાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 4600 ની રોકડ કબ્જે કરી હતી અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર સ્મશાન પાસે બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિગુભાઈ કરસનભાઈ સોલંકી (40), નાસીરભાઈ હુસેનભાઇ મેસાણીયા (27) અને ગુલામદસ્તગીરી બાબુશા શા (41) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 4,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબીના કાલિકા પ્લોટમાં પરસોતમ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ઇબ્રાહીમભાઈ સફીભાઇ હોકાવાળા (42) રહે. વીસીપરા કુલીનગર-1 મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 350 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

120 લિટર દેશી દારૂ

મોરબીના લધીરપુર રોડ ઉપર વૈભવ હોટલની સામેના ભાગમાં રહેતા શોભનાબેન મીરપરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 120 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 24 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી મહિલા શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (38) રહે. લધીરપુર રોડ વૈભવ હોટલ સામે મોરબી વાળીની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News