મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી: મોટાભાઈ સાથે પગપાળા વાડીએ દાદાને મળવા જતા નવ વર્ષના બાળકને બોલેરોના ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન બાળકનું મોત


SHARE









મોરબી: મોટાભાઈ સાથે પગપાળા વાડીએ દાદાને મળવા જતા નવ વર્ષના બાળકને બોલેરોના ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન બાળકનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બે ભાઈઓ પગપાળા પોતાના દાદા વાડિએ કામ કરતા હોય ત્યાં જતા હતા..ત્યારે નવ વર્ષના બાળકને અજાણ્યા બોલેરો જેવા વાહનના ચાલકે હડફેટે લીધો હતો.જેથી ઈજા પામેલ બાળકને અત્રીની ખાનગી હોસ્પિટલએ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસ સુત્રો તથા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે પંચમુખી હનુમાન મંદિરની પાછળ રહેતા પરિવારનો પૃથ્વીરાજ જયસુખભાઈ બાવરવા કોળી (ઉંમર ૯) તથા તેનો મોટો ભાઈ પિયુષ જયસુખભાઈ બાવરવા (ઉંમર ૧૩) બંને પગપાળા પોતાના ઘરેથી ઘુંટુથી બે કિલોમીટરના અંતરે આવે તેઓની વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં કેનાલ પાસે અજાણ્યા બોલેરો જેવા વાહનના ચાલકે પગપાળા જઈ રહેલા પૃથ્વીરાજ જયસુખભાઇ બાવરવા નામના નવ વર્ષના બાળકને હડફેટે લીધો હતો.જેથી માથા અને મોઢાના ભાગે ગંભીરપણે ઘવાયેલ હાલતમાં તેને અહીંની સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પૃથ્વીરાજ નામના બાળકનું મોત નિપજયુ હોવાનું રાજકોટ ખાતેથી જાણવા મળેલ છે.હાલ આ બનાવની તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે બે વર્ષ પહેલા મૃતક બાળકના પિતાનું પણ અવસાન થયેલ છે.હાલ આ ગોજારા અકસ્માત બનાવના પગલે કોળી પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

પશુ અતિક્રમણના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ૨૬ જેટલા ઘેટાઓની ક્રુર્તાપૂર્વક બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવતા હોવા અંગે પશુ અધિનીયમ મુજબનો ગુનો નોંધાયો હતો.જેની તપાસ દરમિયાન તપાસ અધિકારી ફિરોજભાઈ સુમરા દ્વારા આ ગુનામાં ઢોર લેનાર તથા વેચનાર એવા ઈકબાલ નાજાભાઇ કટારીયા ખાટકી (૩૮) રહે.મોચી બજાર મેઇન રોડ રાજકોટ તથા ઉમરશા અલીશા શેખ ફકીર (૬૩) રહે.શિકારપુર ભચાઉ કચ્છની સામે ઉપરોક્ત ગુનામાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે સ્પીડ બ્રેકરના લીધે બાઇક સહિત નીચે પડી જતા જનકભાઈ મધુભાઈ હાડા (૫૨) રહે.સિલ્વર સ્પ્રિંગ એપાર્ટમેન્ટ એસપી રોડ ન્યુ નરોડા, અમદાવાદને રાત્રિના એકાદ વાગ્યાના અકસ્માત બનાવમાં ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ઉન્નતી પ્લાસ્ટો નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ગુલામભાઈ પટેલ નામના ૫૯ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા.ત્યારે ગામના તળાવના પુલ પાસે તેઓનું બાઈક સ્લીપ થતા ઇજા થવાથી અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ છે




Latest News