હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ જેલ હવાલે


SHARE











મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ જેલ હવાલે


મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લખધીરપુર રોડ ઉપર સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના પરિવારની ૧૪ વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતુ તેથી ભોગ બનનારની માતા દ્વારા નોંધાવાયેલ ફરિયાદને પગલે તે ઇસમને પકડીને જેલ હવાલે કરાયો છે.


મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની ૧૪ વર્ષની સગીરા સાથે લેબર કવાટરમાં સાથે જ રહેતા અને ત્યાં કારખાનામાં મજૂરી કામ કરતા હરેન્દ્રસિંગ સોવરાનસિંગ નામના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જે બાબતની વાત સગીરાએ પરિવારજનને કરતા તેણીની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા દુષ્કર્મ-પોકસો સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્રારા હરેન્દ્રકુમાર સોવરનસિંગ (૨૦) રહે.હાલ લખધીરપુર રોડ મોરબી મુળ રહે. ને પકડીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

માળિયા મીંયાણા ખાતે માતમના ઓટાની પાસે પાસે રહેતો હારૂન દાઉદભાઈ મોવર નામનો ૪૨ વર્ષનો યુવાન બાઇકમાંથી પડી ગયો હતો જેથી તેને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યારે થાનના સોનગઢ ગામે રહેતા જયરાજ વિનુભાઈ રંગપરા નામના ૧૮ વર્ષનો યુવાન સોનગઢ ગામ પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન હડફેટે ઇજા થતા સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા સારવારમાં

હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા રક્ષાબેન અરવિંદભાઈ રાઠવા નામની ૧૮ વર્ષની યુવતી ગત તા.૫-૬ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં કોઈ કારણસર ઘરે ઘાસમાં છાંટવાની દવા પી ગયેલ હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને સારવાર દરમિયાન રક્ષાબેન અરવિંદભાઈ રાઠવાનું મોત નિપજતા બનાવને પગલે જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી..

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ રહેતો સોનુભાઈ સલીમભાઈ મન્સૂરી નામનો ૨૨ વર્ષનો યુવાન જતો હતો ત્યાં રસ્તામાં કોઈ બાબતે મારામારીના બનાવમાં માથામાં ઇજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના મકનસર ગામે રહેતા શન્નીભાઈ બાબુભાઈ સુરેલા નામના ૨૩ વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજાએ નોંધ કરી તપાસ કરી હતી.






Latest News