મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ પદે બેચરલાલ હોથી યથાવત


SHARE









મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ પદે બેચરલાલ હોથી યથાવત

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સભાસદોની મિટિંગ મળી હતી જેમાં 24 ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે અને સંસ્થાના પ્રમુખ પદે બેચરલાલ કાનજીભાઈ હોથીને યથાવત રાખવામાં આવ્યા છે તે ઉપરાંત અન્ય સમિતિની રચનાઓ કરવામાં આવેલ છે

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સભાસદોની ગત તા. 18/5/2025 ના રોજ સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં 24 ટ્રસ્ટીઓની સર્વનુમતે વરણી કરવામાં આવેલ છે અને આ નિમાયેલ ટ્રસ્ટીઓની તા. 14/6/2025 ના રોજ મીટીંગ યોજાઇ હતી જેમાં સંસ્થાના પ્રમુખ તરીકે બેચરલાલ કાનજીભાઈ હોથી, ઉપપ્રમુખ તરીકે ત્રંબકભાઇ એસ. ફેફર, ગોપાલભાઈ એમ. ઝાલરીયા, કિશોરભાઈ એમ. પટેલ અને ભાણજીભાઈ બી. અગોલા તથા મંત્રી તરીકે મગનલાલ પી. જેઠલોજાની વરણી કરવામાં આવેલ છે આ ઉપરાંત ઉમા સંસ્કારધામ, પાટીદાર કેરિયર એકેડમી, ઉમા મેડિકલ તથા ઉમા વિદ્યાર્થી ભવન-અમદાવાદની સમિતિની રચના કરવામાં આવી હતી જેના ચેરમેન તરીકે એ.કે. પટેલની વરણી કરવામાં આવી હતી તેમજ સ્થાનિક શિક્ષણ સમિતિ, છાત્રાલય સમિતિ, બાંધકામ સમિતિ, આંતરિક ઓડિટ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં જે તે સમિતિના ટ્રસ્ટીઓને આગામી ત્રણ વર્ષ માટે વરણી કરવામાં આવી છે તેવી માહિતી એ.કે.પટેલ પાસેથી જાણવા મળી છે.




Latest News