મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

રાજકોટ લઈ જવાતો દારૂનો જથ્થો મોરબીના શનાળા પાસેથી ઝડપાયો: 6696 બોટલ દારૂ ભરેલ ટ્રક સહિત 1.09 કરોડનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર


SHARE









આગામી રથયાત્રા તેમજ ગ્રામ પંચાયતની ચુટણી અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન મોરબી શનાળા ગામ પાસે આવેલ મેડીકલ કોલેજ સામે રોડ ઉપરથી કોલસાની બોરીઓ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો તેને રોકીને એલસીબીની ટીમે ચેક કર્યો હતો ત્યારે કોલસાની આડમાં છુપાવીને દારૂની બોટલો લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 6696 બોટલ દારૂ જેની કિંમત 89,32,800  તથા અન્ય મુદામાલ મળીને 1,09,32,800 નો મુદામાલ કબ્જે કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મોરબી એલસીબીના એમ.પી.પંડયાની સૂચના મુજબ ટીમ કામ કરી રહી છે તેવામાં પીઆઇ એમ.પી.પંડયાને મળેલ બાતમી મળી હતી કે, કંડલા બાયપાસ તરફથી એક ટાટા ટ્રક નંબર- જીજે 10 ઝેડ 7822 આવે છે જેમે રાજકોટ તરફ દારૂનો જથ્થો જનાર છે. જે ટ્રકમાં કોલસાની બોરીઓની નીચે અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. જેના આધારે એલસીબીની ટીમ વોચમાં હતી તેવામાં શનાળા ગામ પાસે આવેલ પોલીસ ચોકી સામેથી ટ્રક નિકળતા તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ડ્રાઇવરે પોતાની ટ્રક રોકેલ ન હતી જેથી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડના અધિકારી/ કર્મચારીઓ સાથે ખાનગી તથા સરકારી વાહનમાં ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઇવર પોતાની હવાલા વાળી ટ્રક શનાળા ગામથી આગળ રાજકોટ તરફ જતા હાઇવે રોડ ઉપર મેડીકલ કોલેજની સામે રેઢી મુકી ખેતર તથા બાવળની ઝાડીનો લાભ લઇ નાશી ભાગી ગયેલ હતો જે ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભુકી ભરેલ બોરીઓ હતી અને બોરીઓની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ હતો. અને ટ્રેકને ચેક કરતા તેમાંથી 6696 બોટલ દારૂ જેની કિંમત 89,32,800  તથા ટ્રક સહિત અન્ય મુદામાલ મળીને 1,09,32,800 નો મુદામાલ કબ્જે કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના માલિક, ડ્રાઇવર, દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં ખુલે તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ રહે છે




Latest News