મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસેથી યુવતી ગુમ


SHARE













મોરબીના ઊંચી માંડલ પાસેથી યુવતી ગુમ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ જૂનાગઢના પરિવારની યુવતી ગુમ થઈ ગઈ હોય પિતા દ્વારા જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા ગુમશુધા નોંધ દાખલ કરી ગુમ થયેલ યુવતીને શોધવા તજવીજ શરૂ કરવામાં આવી છે. 

મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ જૂનાગઢના મેંદરડા તાલુકાના લીલવા ગામના વતની અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામે આવેલ કુમાર પોલીમર્સ નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની પૂજાબેન નાથાભાઈ જાદવ નામની ૨૪ વર્ષની યુવતી ગત તા.૧૪-૬ ના સાંજના છએક વાગ્યના અરસામાં કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગઈ હોય પરિવાર દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી.છતાં પણ પૂજાબેનનો પતો લાગ્યો ન હતો.જેથી કરીને હાલમાં તેના પિતા નાથાભાઈ આલાભાઇ જાદવ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને હાલ તાલુકા પોલીસ મથક ખાતે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ સ્ટાફના એ.એમ.ગરિયા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

ડીઝલ પી જતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈકોન કંપનીમાં કોઈ કારણોસર ડીઝલ પી જવાનો બનાવ બનતા મુસ્તાક વાહિદભાઈ રહે. મહેન્દ્રનગર ને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાવાનો બનાવ બનેલ જેમાં અનિલભાઈ (ઉંમર ૨૬) રહે. વજેપર ને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવાયો હતો.

આધેડ રાજકોટ ખસેડાયા

મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા વસંતભાઈ કલ્યાણજીભાઈ બાવરવા નામના ૫૮ વર્ષના આધેડને કેન્સરની બીમારી હોય તેઓએ પોતાના ઘરે બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો અને જાણ થઈ જતા ૧૦૮ વડે તેમને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોય બનાવ અંગે તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયારે તપાસ કરી હતી.

યુવાન સારવારમાં

લખધીરપુર રોડ ઉપર સોરીસો સીરામીકમાં મજૂરી કામ કરી લેબર કવાટરમાં રહેતા સરદાર કુડીરામ બરેલા (ઉંમર ૩૨) નામનો મજૂર યુવાન છત ઉપરથી પડી ગયો હોય તેને અત્રે સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જ્યારે ઓરિસ્સાના વતની અને હાલ મોરબી રહી મજૂરી કામ કરતા મમતાબેન દિનેશભાઈ પ્રધાન નામની ૩૦ વર્ષીય મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બેલા રોડ પોલો ચોકડી પાસે બાઈકમાંથી પડી જતા તેઓને અત્રેની આયુષ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News