મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના બાયપાસ રોડ ઉપર પુલના ગડર અને સ્લેબ માટે ઊભું કરેલ સુપર સ્ટ્રક્ચર પવનના કારણે ધરાશયી


SHARE







વાંકાનેર શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ નદી ઉપરનો પુલ છેલ્લા ઘણા સમયથી રીપેરીંગ કામ માટે બંધ કરવામાં આવ્યો છે અને હાલમાં કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે જોકે આ પુલ ઉપર એક ગાળામાં ગડર અને સ્લેબ બનાવવા માટે થઈને કોન્ટ્રાક્ટર દ્વારા સુપર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું જોકે ગઈકાલે મોડી સાંજે ઉપાડેલા ભારે પવનના કારણે તે સુપર સ્ટ્રક્ચરનો ભાગ તૂટીને જમીન દોસ્ત થઈ ગયો હતો જેથી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી સામે સવાલો ઊઠવા લાગ્યા છે.

ગત ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે વાંકાનેર શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ પાંચસીયા ગામ તરફ જવાના રસ્તે મચ્છુ નદી ઉપર જે પુલ બનાવવામાં આવ્યું છે તે પુલનો એક ગટર નમી ગયું હતું જેથી તે પુલને વાહનોની અવરજવર માટે તા 27/724 થી બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના રીપેરીંગ કામ માટે થઈને સરકારમાંથી મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તા 21/3/25 ન રોજ રાજકોટના રુદ્રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના કોન્ટ્રાક્ટરને આ પુલ ઉપર ગડર અને સ્લેબ બનાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે અને હાલમાં ત્યાં ગડર અને સ્લેબ બનાવવા માટે થઈને કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા સુપર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. જોકે ગઈકાલે ભારે પવનના કારણે આ સુપર સ્ટ્રક્ચર ધરાશયી થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં વાંકાનેર શહેરનો બાયપાસનો રોડ બંધ હોવાના કારણે ટ્રક, ડમ્પર, બસ સહિતના ભારે વાહનો વાંકાનેર શહેરમાંથી પસાર થઈ રહ્યા છે અને તેના કારણે ટ્રાફિક, અકસ્માત સહિતના પ્રશ્નો ઉભા થતા હોય છે જે પીડામાંથી વાંકાનેર શહેરના લોકોને ક્યારે મુક્તિ મળશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે સુપર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું તે હાલમાં તૂટી પડ્યું છે અને ચોમાસા દરમિયાન આ બ્રિજનું કામ આગળ વધી શકશે નહીં જેથી આ બ્રિજ હવે પુનઃ ક્યારે શરૂ થશે તે તો આગામી સમય બતાવશે. જોકે માત્ર પવનના લીધે સુપર સ્ટ્રક્ચર તૂટી પડવાના કારણે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે.

આ અંગે માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેર સંદીપભાઈ કાલરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વાંકાનેરના બાયપાસ રોડ ઉપર બ્રિજના જોખમી થઈ ગયેલા ગટર અને સ્લેબને હટાવીને ત્યાં નવું ગટર અને સ્લેબ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેવામાં કોન્ટ્રાક્ટરે ગોઠવેલ સુપર સ્ટ્રક્ચર ગઈકાલે મોડી સાંજના સમયે પવનના લીધે તૂટી પડ્યું હોવાનું જાણવા મળેલ છે જોકે આ અકસ્માતમાં બનાવવામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી અને જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે તેને છ મહિનામાં કામ પૂર્ણ કરવા માટેની મુદત આપવામાં આવેલ છે.






Latest News