મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત

માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા બીજા યુવાનને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની માળિયા તાલુકા પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા મચ્છાભાઈ બાબુભાઈ ભરવાડ (27) અને રાજેશભાઈ લખમણભાઈ વિરડા (30) નામના બે યુવાનો બાઇક ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવી રહ્યા હતા ત્યારે માળિયા તાલુકાના દહીસરા ગામ પાસેથી તેઓના ડબલ સવારી બાઈકને કારના ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં રાજેશભાઈ વિરડાને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માતના બનાવમાં મચ્છાભાઈ ભરવાડને ઈજાઓ થયેલ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અકસ્માતના બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જોકે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે અને અકસ્માતના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે થઈને માળિયા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક ઉપર ચડીને શરીફખાન હલ્લુખાન (30) રહે. રાજસ્થાન વાળો કામ કરતો હતો ત્યારે ઉપરથી નીચે પટકાતા તેને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના હરીપર કેરાળા ગામે રહેતો સંજય ભરતભાઈ બજાણીયા (37) નામનો યુવાન ભરતનગર થી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News