મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી ફાધર્સ-ડે ઉજવાયો 


SHARE









મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી ફાધર્સ-ડે ઉજવાયો 

પિતા ભલે સંતાન પ્રત્યે ભાવના વ્યકત ન કરે પણ એના હૃદયમાં સંતાન પ્રત્યે પ્રેમનો ઊંડો સમુદ્ર છુપાયેલો હોવાનો સમાજને મેસેજ આપ્યો

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પિતા પ્રત્યે આત્મીયની લાગણી દર્શાવતા દિવસ એટલે કે ફાધર્સ-ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સંતાનની અવહેલનાનો ભોગ બનેલા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી યંગ ઇન્ડિયા ગ્રુપે ફાધર્સ-ડે ની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ફાધર્સ-ડે ના દિવસે વૃદ્ધાશ્રમમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ પિતાઓને સન્માન આપવા અને તેમની સાર સંભાળ રાખવાના ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય કિટ અને કપડાંના સેટ સહિતની જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને પોતાના જ વડીલ સમજીને યંગ ઈન્ડિયા ગ્રૂપના તમામ સભ્યોએ તેમની સાથે સમય વિતાવ્યો હતો. તેમની સાથે મન મૂકીને વાતચીત કરી હતી અને તેમના અનુભવોને સાંભળ્યા હતા. ફાધર્સ-ડેની ઉજવણી દરમિયાન વૃદ્ધોને આપવામાં આવેલી સ્વાસ્થ્ય કિટમાં આરોગ્ય સંબંધિત જરૂરી ચીજવસ્તુઓ અને કપડાંનાનો સમાવેશ થાય છે.જેનો ઉદ્દેશ તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવાનો છે.તે ઉપરાંત કાર્યક્રમમાં વૃદ્ધો માટે મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે યંગ ઈન્ડિયા ગ્રૂપના સંસ્થાપક ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થાના આ પ્રયાસે સમાજમાં વૃદ્ધો પ્રત્યે સેવાભાવ અને સન્માનનું મહત્વ દર્શાવ્યું છે.આ ઉજવણીએ વૃદ્ધ પિતાઓને માત્ર ભૌતિક સહાય જ નહીં, પરંતુ ભાવનાત્મક ટેકો અને સન્માન પણ પ્રદાન કર્યું છે.




Latest News