મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે એક અનોખી પહેલ મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી ફાધર્સ-ડે ઉજવાયો  પાસ-2: ગુજરાતની સરકારી શાળાઓમાં માળખાકીય-ભૌતિક સુવિધાઓની માંગ સાથે લડતના મોરબીથી મંડાણ, નવી ટીમ જાહેર કરાઇ વાંકાનેરના બાયપાસ રોડ ઉપર પુલના ગડર અને સ્લેબ માટે ઊભું કરેલ સુપર સ્ટ્રક્ચર પવનના કારણે ધરાશયી મોરબીના ઊંચી માંડલ પાસેથી યુવતી ગુમ માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત મોરબીની પીપળીયા ચોકડીએથી શાકના કેરેટોની આડમાં ઢોરને કતલના ઇરાદે લઈ જવાતા ગૌરક્ષકોએ બચાવ્યા
Breaking news
Morbi Today

પાસ-2: ગુજરાતની સરકારી શાળાઓમાં માળખાકીય-ભૌતિક સુવિધાઓની માંગ સાથે લડતના મોરબીથી મંડાણ, નવી ટીમ જાહેર કરાઇ


SHARE

















પાસ-2: ગુજરાતની સરકારી શાળાઓમાં માળખાકીય-ભૌતિક સુવિધાઓની માંગ સાથે લડતના મોરબીથી મંડાણ, નવી ટીમ જાહેર કરાઇ

પાટીદાર આંદોલન સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તેમજ માળખાકીય અને ભૌતિક સુવિધાઓ વધે તેના માટે થઈને આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે પાટીદાર આંદોલન સમિતિની મીટીંગ મળી હતી અને તેમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી પાટીદાર આંદોલન સમિતિના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યારે સરકાર સમક્ષ કુલ 15 જેટલી માંગણીઓ મૂકવાની છે તેની જાહેરાત કરવામાં આવી હતી તેમજ પાસ-2 ની સલાહકાર સમિતિ અને નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી

વર્તમાન સમયમાં દિવસે અને દિવસે શિક્ષણ મોંઘુ બનતું જાય છે ત્યારે સામાન્ય પરિવાર અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો ઉચ્ચ શિક્ષણ ન મેળવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પાટીદાર સહિત સર્વ સમાજના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે થઈને પાટીદાર આંદોલન સમિતિ દ્વારા સરકાર સામે રણસીંગુ ફૂકવામાં આવ્યું છે જેના ભાગરૂપે ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે ફાર્મ હાઉસની અંદર ગુજરાત પાસ આંદોલન સમિતિના આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં સરકાર સમક્ષ મૂકવામાં આવનાર માંગણીઓ જાહેર કરવામાં આવી હતી જેમાં સરકારી શાળાના અધ્યતન બિલ્ડીંગો હોવા જોઈએ, લેબોરેટરી, લાઇબ્રેરી, કોમ્પ્યુટર શિક્ષકો, આર્મીની ટ્રેનીંગ, બંધારણનો શિક્ષણમાં સમાવેશ, શુદ્ધ પાણી, શિક્ષકો માટે ડ્રેસ કોડ, સારું ભોજનાલય, સારું પોષણયુક્ત પોષ્ટિક ભોજન અને સરકારી પગાર લેતા અધિકારીઓ તથા રાજ્યના મંત્રીઓના બાળકોને ફરજિયાત સરકારી શાળામાં ભણાવવા તેવી માંગણી સરકાર સમક્ષ મૂકવામાં આવશે તેવી જાહેરાત પાસ આંદોલન સમિતિના મોરબી જિલ્લાના કન્વીનર નિલેષભાઈ એરવાડીયાએ કરી હતી.

અગાઉ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જે માંગણી કરવામાં આવી હતી તેને ધ્યાને રાખીને સરકાર દ્વારા લાંબી લડતના અંતે ઇબીસી મંજૂર કરવામાં આવેલ છે ત્યારબાદ હવે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે તેના માટે થઈને પાટીદાર આંદોલન સમિતિ દ્વારા લડત શરૂ કરવામાં આવનાર છે જેના માટે થઈને એક સલાહકાર સમિતિ જાહેર કરવામાં આવી છે જેમાં ધીરુભાઈ વિકાણી, નરેન્દ્રભાઈ પટેલ (મહેસાણા), લાલજીભાઈ પટેલ (ચાણસમા), જયંતીભાઈ પટેલ (તેનપુર), અરવિંદભાઈ પટેલ (આણંદ) અને મનોજભાઈ પનારા (મોરબી)નો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ, સુરત, ભાવનગર ગાંધીનગર, બોટાદ, જામનગર, પ્રાંતિજ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી પાસ-2 ની નવી ટિમ અને સોશિયલ મીડિયાની ટીમ જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં સરકાર સુધી પોતાની વાત અને માંગણી પહોંચાડવા માટે મહેસાણામાં વિશાળ સંમેલન યોજવાનું એલાન પાસ આંદોલન સમિતિના સહલકાર નરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. અને કોઈપણ ભોગે વિદ્યાર્થીઓના હિત માટે આ આંદોલનમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવો હુંકાર કર્યો છે.

આજની તારીખે વાલીઓની કમર તૂટી જાય તેવી ફી ખાનગી શાળાઓમાં વસૂલ કરવામાં આવે છે અને બીજી બાજુ સરકારી શાળામાં સુવિધાઓ ન હોય કે પછી શિક્ષક ન હોય અને તે સિવાય પણ ઘણી બધી સમસ્યાઓના કારણે વાલીઓને ના છૂટકે પોતાના બાળકોના ઉજવળ ભવિષ્ય માટે તેઓને ખાનગી શાળામાં મૂકીને લાકડા જેવી કમર તોડી નાખે તેવી ફી ભરતા હોય છે તેવા સમયે પાટીદાર આંદોલન સમિતિ દ્વારા જે મુદ્દાને લઈને સરકાર સામે બાયો ચઢાવવામાં આવી છે. અને જો તે માંગણીઓને સરકાર પરિપૂર્ણ કરશે તો ભવિષ્યમાં કદાચ ગુજરાતમાં વિદ્યાર્થીઓના વાલીઓને કમર તોડ ફી ના બોજામાંથી મુક્તિ મળશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News