મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસેથી પકડાયેલ એમડી ડ્રગ્સ કેસમાં વધુએક જેલ હવાલે


SHARE









મોરબીના મકનસર પાસેથી પકડાયેલ એમડી ડ્રગ્સ કેસમાં વધુએક જેલ હવાલે
 
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મકનસર એક્સેલ સીરામીક પાસે આવેલ ગુરૂકૃપા કોમ્પ્લેક્સમાં કનારામ મારવાડીનું રામદેવ ઢાબા આવેલ છે ત્યાં નાર્કોટીકક્ષ માદક પદાર્થ રાજસ્થાનથી લાવીને ત્યાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ઢાબામાંથી ૬ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી ૬૦ હજારની કિંમતનું ડ્રગ્સ, તેમજ ૨૦ હજારના બે મોબાઈલ, રોકડ તથા વજન કાંટો સહિતનો મુદ્દામાલ મળીને પોલીસે ૮૪, ૫૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી કાનારામ બાબુલાલ ડારાની ધરપકડ કરેલ હતી જેતે સમયે તેની પ્રાથમિક પૂછપરછમાં રમેશભાઈ બિશ્નોઈ રહે. બિલાડા જોધપુર રાજસ્થાન વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવેલ હોય તાલુકા પોલીસે બંને સામે એનડીપીએસની કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો હતો.અને માલ આપનાર રવિ ઉર્ફે રમેશભાઈ ભોયાભાઈ બીશ્નોઇ (૩૦) રહે.જોધપુર રાજસ્થાનને પકડીને જેલ હવાલે કર્યો હતો.
 
અકસ્માત બનાવમાં અટકાયત
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે થોડા સમય પહેલા દિનેશભાઈ નથુભાઈ સોલંકી (ઉમર ૪૪) રહે.કામધેનુ પાર્ટી પ્લોટ પાસે હનુમાન મંદિર નજીક જુના ૨૫ વારીયા કંડલા બાયપાસ મોરબી એ કન્ટેનર નંબર જીજે ૧૨ એટી ૮૩૮૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓના પિતા નથુભાઈ ભનાભાઈ સોલંકી (ઉમર ૬૦) સાઇકલ લઈને તા.૪-૬ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં સન ગોલ્ડ સીરામીકમાં સિક્યુરિટીનું કામ કરતા હોય નોકરીએ જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર આવેલ શિવ શક્તિ કોમ્પલેક્ષ પાસે પહોંચ્યા ત્યારે ઉપરોક્ત નંબરના કન્ટેનરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને કન્ટેનરના પાછળના જોટામાં આવી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં તથા જમણો પગ ભાંગી જવાથી અને શરીરે નાની-મોટી ઈજાઓ થવાથી નથુભાઈ ભનાભાઈ સોલંકીનું મોત નિપજયુ હતું.બનાવ બાદ કન્ટેનર ચાલક ઘટના સ્થળે તેનું વાહન મૂકીને ભાગી છુટ્યો હતો જે બનાવની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચોહાણે કરી હતી અને ભાગીને છુટેલા કન્ટેનર ચાલક રમેશસિંગ સુવિન્દ્રસિંહ જાટ (૩૯) રહેકાદગીલ ખુર્દ તરનતારન પંજાબને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.
 
બાળકી સારવારમાં
માળીયા મીંયાણાના અંજીસર ગામે રહેતા પરિવારની રસીદાબેન સુભાનભાઈ નામની ૧૩ વર્ષની સગીરા આમરણ-બેલા ગામ વચ્ચે ખેતરમાં કોઈ અજાણી દવા પી ગયેલ હોય તેના અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના ઘુંટું ગામે રહેતા રસિકભાઈ સવજીભાઈ ધામેચા નામના ૨૬ વર્ષના યુવાનને સેપલેક્ષ નામના કારખાનામાં એકાદ માળની ઊંચાઈએથી નીચે પડી જતા સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
 
યુવાન સારવારમાં
મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-૧૪ માં રહેતો સુનિલ જગદીશભાઈ નકુમ નામનો ૩૦ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે પંચાસર રોડ શ્યામ સોસાયટી સામે પડી ગયો હોય સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે સુનિલ ભગવાનજી ડાભી નામના ૩૨ વર્ષના નવલખી રોડ ઉપર રહેતો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે સ્ટેશન રોડ પાસે ચિત્રકૂટ ટોકીઝ નજીક સ્લીપ થવાના બનાવમાં અત્રેની સાગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.



Latest News