મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ભાવપર-ખીરઈ ગામે જુગારની બે રેડ: 12 શખ્સ પકડાયા, 2 ની શોધખોળ


SHARE













માળિયા (મી)ના ભાવપર-ખીરઈ ગામે જુગારની બે રેડ: 12 શખ્સ પકડાયા, 2 ની શોધખોળ

માળિયાની તાલુકાના ભાવપર ગામે તળાવની પાળ પાસે અને માળિયા (મી)ના ખીરાઈ ગામે મસ્જિદ પાસે જાહેરમાં જુગારની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 12 શખ્સોને પોલીસે પકડ્યા હતા જો કે, ભાવપર ગામે તકનો લાભ લઈને બે શખ્સ નાસી ગયા હતા જેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

માળિયા તાલુકા પોલીસની ટીમે ભાવપર ગામે તળાવની પાળ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખસોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે, પોલીસે સ્થળો પરથી દિનેશભાઈ હીરાભાઈ બરબચિયા (45) રહે. મોટાભેલા, શૈલેષભાઈ મનહરભાઈ ફુલતરીયા (33) રહે. ભાવપર, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા (30) રહે. ભાવપર અને મુકેશભાઈ કચરાભાઈ ફુલતરીયા (39) રહે. ભાવપર વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 8,420 ની રોકડ તથા 80 હજારની કિંમતના ચાર બાઈક આમ કુલ મળીને 88,420 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો જો કે, પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાંતિભાઈ ધરમશીભાઈ સરડવા અને અલ્પેશભાઈ ઉર્ફે બુગી કેશુભાઈ કલોલા રહે. બંને મોટાભેલા વાળા નાસી છૂટ્યા હતા જેથી માળીયા પોલીસે કુલ છ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

આવી જ રીતે માળિયા (મી)ના ખીરાઈ ગામે મસ્જિદ પાસે જાહેરમાં જુગાર રમતાઓની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અકબરભાઈ હબીબભાઈ સામતાણી (40) રહે. ખીરઇ, અસલમભાઈ રાસંગભાઈ સામતાણી (30) રહે. ખીરઇ, હાજીભાઈ દાઉદભાઈ ભટ્ટી (60) રહે. ખીરઇ, હસનભાઈ ઉમરભાઈ સંધવાણી (64) રહે. વીરવિદરકા રમજાનભાઈ ઈશાભાઈ જેડા (30) રહે. ખીરઇ, મુસ્તાકભાઈ કરીમભાઇ મોવર (30) રહે. માળીયા, રહીમભાઈ હરભમભાઈ મોવર (75) રહે. કાજરડા અને સિકંદરભાઈ ગુલામભાઈ સામતાણી (45) રહે. ખીરઇ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 19,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News