મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર


SHARE









હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર

હળવદ તાલુકા વિસ્તારમાંથી 79.68 ગ્રામ એમડી પાવડર વેચવાના ગુનામાં એક આરોપીને પકડવામાં આવેલ હતો અને તે આરોપીએ તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે તેના જામીન મંજુર કર્યા છે.

હળવદ તાલુકામાંથી 70.68 ગ્રામ એમડી પાવડરના જથ્થા (કોમર્શીયલટી) સાથે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું રામજી પ્રજાપતિ રહે. ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને આરોપીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું રામજી પ્રજાપતિએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા મારફત જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી જેમાં વકીલ મનીષભાઈ પી. ઓઝાએ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા અને ધારદાર દલીલો કરી હતી જેને ધ્યાને લઈને સ્પે. જજ કે.આર. પંડ્યા સાહેબે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતું પ્રજાપતિના 15 હજારના શરતોને આધીન રેગ્યુલાર જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) અને મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા




Latest News