મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત


SHARE









મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં રહેતા આગેવાને રાજ્યના કૃષિ મંત્રીને રાજ્યના આવેલ તમામ ખેતીની જમીનનું પરીક્ષણ કરવા માટેની રજૂઆત કરેલ છે અને જે તે વિસ્તારમાં જમીનને અનુરૂપ પાકનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે અને ઉપજ નીપજ સારી આવવાથી સરકારને પણ ફાયદો થશે.

મોરબીમાં રહેતા વકીલ કરશનભાઇ ભરવાડ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં ખેતીલાયક જમીન આવેલ છે ત્યાં ખેતી પેદાશ માટે ખેતીની જમીનનું રાસાયણિક અને વૈજ્ઞાનિક ઢબે લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું જોઈએ અને અહીની જમીનને અનુરૂપ કૃષિ વાવેતર કરવામાં આવે તો જમીનમાં ઓછા પાણી, ઓછા ખાતર અને વહેલા સમયમાં ઉપજ નીપજ અને સારો પાક મળી શકે તેમ છે.

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યમાં અમુક જિલ્લાઓમાં રેતાળ જમીન, અમુક જિલ્લાઓમાં લાલ માટીની જમીન, અમુક જિલ્લાઓમાં સફેદ માટેની જમીન, અમુક જિલ્લાઓમાં કાળી માટીની જમીન, અમુક જિલ્લાઓમાં પથ્થરાળ જમીન અને અમુક જિલ્લાઓમાં ખનીજ લાયક જમીનો હોય આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતીલાયકની જમીન જુદી જુદી રીતની અને પ્રકારની છે જેથી ખેતીની જમીનની વૈજ્ઞાનિક રીતે લેબોરેટરી કરી તપાસણી કરીને પાકનું વાવેતર કરવામાં આવે તો પાક સારો ઉગે અને ઓછા પાણીએ ઓછા ખાતરે વધુ ઉપજ નીપજ મળે તેમ છે અને તો ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બનશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.




Latest News