મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટર


SHARE









મોરબી જીલ્લામાં 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટર

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાંથી ઘણી ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે જો કે, આગામી તા. 22 ને રવિવારે જીલ્લામાં 40 જગ્યાએ મતદાન થવાનું છે તેને લઈને કલેકટરની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેવી માહિતી કલેકટરે આપી હતી અને વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ઘણી બધી પંચાયતોમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જો કે, ગામમાં ચૂંટણી નહીં પરંતુ ગામમાં એકતા જળવાઈ રહે અને સરકારી ગ્રાન્ટનો વધુમાં વધુ લાભ ગામને મળે તેના માટે થઈને તે ગ્રામ પંચાયતને સમરસ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં 192 જગ્યાએ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં ઘણી ગ્રામ પંચાયતમાં ચૂંટણી નહીં પરંતુ ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવેલ છે જો કે, આગામી તા 22 ના રોજ 40 જગ્યાએ ચૂંટણી યોજવાની છે.

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની આજે કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં 40 જગ્યાએ ચૂંટણી યોજવાની છે. જેમાં 27 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજવાની છે જ્યારે સરપંચની પેટા ચૂંટણી 5 જગ્યાએ, સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી 4 જગ્યાએ અને વોર્ડની પેટા ચૂંટણી 4 જગ્યાએ યોજવાની છે જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવામાં આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટેની અપીલ કરવામાં આવેલ છે.




Latest News