મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે કુદરતી હાજતે ગયેલ વૃદ્ધનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE









વાંકાનેરના સિંધાવદર ગામે કુદરતી હાજતે ગયેલ વૃદ્ધનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે કાસમપરામાં પાણીની કેનાલ પાસે વૃદ્ધ કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે તેઓ કેનાલમાં પડી જતા કેનાલમાં વરસાદી પાણી ભરેલ હોય તેમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરજન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સિંધાવદર ગામે કાસમપરામાં રહેતા આહમદભાઇ હૈયાતભાઇ પરાસરા (66) નામના વૃદ્ધ કેનાલ પાસે કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે કેનાલમાં પડી ગયા હતા ત્યારે કેનાલમાં વરસાદી પાણી ભરેલ હોવાથી તે પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મકસુદભાઇ મહમદભાઇ પરાસરા (35) રહે. કાસમપરા સિંધાવદર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા રીનાબેન જયેશભાઈ (30) નામની મહિલાને ઘરે હતી ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે

વૃધ્ધ સારવારમાં

મોરબીના બગથળા ગામે રહેતા કાંતિભાઈ પ્રેમજીભાઈ વાંસદડિયા (74) નામના વૃદ્ધ નિત્યાનંદ સોસાયટી રાજનગર પાસે બાઈકમાંથી પડી ગયા હતા જેથી તેને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં રોયલ પાર્ક ખાતે રહેતા હરેશભાઈ શંકરભાઈ ચાવડા નામના વ્યક્તિનું બાઇક બેલ ગામ નજીક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતાં સારવારમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે. 




Latest News