મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં લખધીરપુર ગામે સરકારી ખરાબામાં કરવામાં આવેલ દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE







મોરબી તાલુકાનાં લખધીરપુર ગામે સરકારી ખરાબામાં કરવામાં આવેલ દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

મોરબી તાલુકાના લખધીરપુરમાં એક વિઘા જેટલી સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું જો કે, આ જમીન 100 ચો.વાર પ્લોટના લાભાર્થીને આપવા માટે નિમ કરેલ હતી. જેથી આજે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ટીમે ગેરકાયદે દબાણનું સરકારી બુલડોઝર ફેરવીને ડીમોલેશન કરી નાખ્યું છે.

મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના સર્વે નં. ૭૨/૧ પૈ ૧ માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલ નવા ગામતળની જમીન છે અને ત્યાં લખધીરપુર ગામના દેવજીભાઇ ગંગારામભાઇ ખાણધર દ્વારા આશરે ૧ વિધા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને સરકારી જમીનમાંથી ૧૦૦ ચો.વાર પ્લોટના લાભાર્થીઓને જમીન આપવાની હતી જેથી કરીને મોરબી તાલુકા પંચાયત તથા લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. અને દબાણ કરનારે જાતે દબાણ દૂર કર્યું ન હતું જેથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી અને સરકારી બુલડોઝર ફેરવીને દબાણને દૂર કરવામાં આવ્યું હતું. આ તકે ગામના સરપંચ ચંદ્રીકાબેન કાનજીભાઇ પરમાર, ઉપસરપંચ વિનોદભાઇ ખોડાભાઇ અજાણા, સભ્ય હંસાબેન ભગવાનજીભાઇ પરમાર, તલાટીકમ મંત્રી હેતલબેન એ. ગોહેલ, ટીડીઓ પી.એસ. ડાંગર, વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા, એચ.ડી.રામાનુજ સહિતના અધિકારી અને કર્મચારી ત્યાં હાજર રહ્યા હતા.






Latest News