મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાની સમજ માટે યોજાયેલ સ્પર્ધાનું પરિણામ જાહેર


SHARE









મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાની સમજ માટે યોજાયેલ સ્પર્ધાનું પરિણામ જાહેર

ભારત સરકાર દ્વારા ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં મૂકવામાં આવેલ છે જેની લોકોને સમજ મળે તેના માટે જુદીજુદી સ્પર્ધાનું મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 આ ત્રણ નવા કાયદાને અમલમાં મૂકવામાં આવેલ છે તેની સમજ લોકોને આપવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓડિયો, વીડિયો તથા ચિત્ર સ્પર્ધા રાખવામા આવી હતી. આસ્પર્ધા માટે તા 6 થી 15 જૂન સુધીમાં ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધાકે મોકલી આપવાના હતા. આ ત્રણેય સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઓડિયો સ્પર્ધા પ્રથમ અવનિ વાઢેર, દ્વિતીય ડો. અવનિ સૂચક અને તૃતીય નંદિની સોની, વીડિયો સ્પર્ધા પ્રથમ સાક્ષી કોઠારી, દ્વિતીય ભાવિકા પારેખ અને તૃતીય મિતેશ દવે તથા ચિત્ર સ્પર્ધા પ્રથમ સંગિતા હડિયલ, દ્વિતીય હેત્વી ડઢાણિયા અને તૃતીય નેન્સી ભોરણિયા વિજેતા બનેલ છે અને આ વિજેતાઓના આગામી સમયમાં બે હજાર થી લઈને વીસ હજાર સુધીના રોકડ ઇનામો આપવામાં આવશે તેના માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.




Latest News