મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમનો ૯૭ યુવાનોએ લાભ લીધો


SHARE











મોરબી જિલ્લા પંચાયત દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

મેડિકલ કોલેજ મોરબી ખાતે જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમ સવારના ૯ કલાકથી બપોરના ૪ કલાક સુધી યોજાયો હતો.જેમાં મોરબી જિલ્લાના છેલ્લા બે વર્ષમાં ધોરણ ૧૨ માં ટોપર રહેલ વિદ્યાર્થીઓ પૈકી ૯૭ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી જે.બી..પ્રજાપતિના માર્ગદર્શન નીચે જિલ્લા પંચાયત કચેરી,જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના ઉપક્રમે મેડિકલ કોલેજ ખાતે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસિસ એક્ઝામ માટે અવેર થાય અને આ એક્ઝામની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે સાથે કરી શકે તે માટે યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામના માળખા તથા પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ તેમજ દિલ્હી યુનિવર્સિટીના તજજ્ઞ યોગેશ ત્રિપાઠી અને તજજ્ઞ પ્રોફેસર ઉપાસનાબેનએ ખુબ સરળ સાહજિક અને સચોટ માહિતી આપી માર્ગદર્શન પૂરૂ પાડી મોરબી જિલ્લાના તેજસ્વી બાળકોને આ યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસ એક્ઝામ માટે અભિમુખ કર્યા હતા.

 આ ઉપરાંત આ પરીક્ષાઓ માટે જરૂરી મટીરીયલ, લાઇબ્રેરીની સુવિધા તેમજ આ પરીક્ષાના સંદર્ભે જરૂરી માર્ગદર્શન બાળકોને ભવિષ્યમાં પણ ઉપલબ્ધ કરાવવાના આયોજનથી માહિતગાર કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક પી.વી.અંબારીયા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકો તેમજ જિલ્લા પંચાયત કચેરીના રામાવતભાઇ, જીતિયાભાઈ જિલ્લા  પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ, મોરબી BRC,CRC મિત્રોએ જહેમત ઉઠાવેલ.સમગ્ર કાર્યક્રમનું કોર્ડીનેટર ચિરાગભાઈએ સફળ સંચાલન કર્યુ હતુ.






Latest News