મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે વાડીએ વીછીએ ડંખ મારતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત


SHARE









હળવદના ટીકર ગામે વાડીએ વીછીએ ડંખ મારતા ઝેરી અસર થવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન વાડીએ હતો ત્યારે ડાબા કાન પાસે વીછીએ ડંખ મારતા ઝેરી અસર થઈ હતી અને યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ટીકર ગામે શક્તિભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મીનકાભાઈ વેલજીભાઈ ભીલ (29) નામનો યુવાન વાડીએ ખાટલા ઉપર સૂતો હતો દરમિયાન તેને ડાબા કાન પાસે વીછીએ ડંખ મારતા તે યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની સુમીલાબેન મીનાકભાઈ ભીલ (25) રહે. હાલ ટિકર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા વિજયભાઈ શાંતિલાલ (35) નામનો યુવાન પગપાળા ચાલીને દહીસરા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલાકે તેને ઠોકર મારતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

હળવદ તાલુકાના માથક ગામે રહેતા જયનાબેન હનુભાઇ રજપુત (75) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પટકાતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News