મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: 10 શખ્સો 25,400 ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીમાં જુગારની બે રેડ: 10 શખ્સો 25,400 ની રોકડ સાથે પકડાયા

મોરબીમાં ભડિયાદ કાંટા નજીક અને બૌદ્ધનગરના ફિલ્ટર હાઉસ પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેઓની પાસેથી 25,400 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ જુદા જુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમા બૌદ્ધનગરના ફિલ્ટર હાઉસ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રમેશભાઈ બીજલભાઇ મકવાણા (34) રહે. નજરબાગ રેલવે સ્ટેશન સામે મોરબી, રમેશભાઈ કરસનભાઈ ચૌહાણ (53) રહે. સોઓરડી મહાવીર પાર્ક મોરબી, અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા (28) રહે. સોઓરડી શેરી નં-6 મોરબી, કુંવરજીભાઈ ઉર્ફે મુન્નો હીરાભાઈ વાઘોરા (45) રહે. બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ સામે મોરબી અને જયેશભાઇ સંદીદાન ઇશરાણી (50) રહે. સોઓરડી શેરી નં-7 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,300 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ ભડિયાદ કાંટે જવાહર સ્કૂલ પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ખીમજીભાઇ ગોવિંદભાઈ ચૌહાણ (53) રહે. બૌદ્ધનગર, હીરાભાઈ કલાભાઈ મકવાણા (52) રહે. બૌદ્ધનગર, કાદરભાઈ કાસમભાઇ પઠાણ (39) રહે. સોઓરડી, ચંદુભાઈ પોપટભાઈ સિહોરિયા (54) રહે. સોઓરડી અને રાજેશભાઈ મનુભાઈ મુડીયા (42) રહે. બૌદ્ધનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 13,100 ની રોકડ કબજે કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે બિલ્વા શોપિંગ સેન્ટર પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,400 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ અશોકભાઈ મારડિયા (50) રહે. હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News