મોરબીની નીલકંઠ વિદ્યાલયે તા.૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
હળવદનાં ડુંગરપર ગામે પરિણીત પ્રેમી અને યુવતીએ વાડીની ઓરડીમાં કર્યો આપઘાત
SHARE







હળવદનાં ડુંગરપર ગામે પરિણીત પ્રેમી અને યુવતીએ વાડીની ઓરડીમાં કર્યો આપઘાત
બળદેવ ભરવાડ દ્વારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ રૂમને અંદરથી બંધ કરીને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપર ગામે યુવક અને યુવતીએ એક જ રૂમમાં રૂમને અંદરથી બંધ કરીને ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને યુવાક યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાથી બન્નેના આપઘાત પાછળ પ્રેમસંબધ કારણભુત હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે અને જે વાડીની ઓરડીમાં યવક યુવતીએ આપઘાત કરેલ છે તે વાડી નવઘણભાઈ રાણાભાઈ ઇંદરિયાની વાડી છે અને રઘુભાઈ રાણાભાઈ ઇંદરિયા (૨૬) રહે. ડુંગરપર અને ઓડ ગામની કાજલ નામની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં હાલમાં હળવદ પોલીસે ઘટના સ્થળે પહોચી છે
