વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મુસાફરનો હાથ કપાઈ ગયો: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં


SHARE













મોરબીની ત્રાજપર ચોકડી નજીક બે રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મુસાફરનો હાથ કપાઈ ગયો: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં

મોરબીની ત્રાજપર ચોકડી નજીક રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે બે રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રીક્ષામાં બેઠેલા એક મુસાફરનો હાથ કપાઈ ગયો હતો અને તેના દીકરાને પણ ઇજા થયેલ છે જેથી પિતા પુત્રને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવે છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોકડી નજીક શ્રીનાથ કોમ્પ્લેક્સ સામેના ભાગમાંથી રીક્ષા ચાલક પોતાની રિક્ષામાં મુસાફરોને બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે બે રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા પીન્ટુભાઇ જયભાઈ ગુપ્તા (40) નામના યુવાનને હાથમાં ગંભીર ઇજા થવાના કારણે કપાઈ ગયો હતો અને આ બનાવમાં પીન્ટુભાઇના દીકરા આયુષ પીન્ટુભાઇ ગુપ્તાને પણ ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા રાહુલ બકુલભાઈ (35) નામના યુવાનને પ્રવીણભાઈએ ઈંટ મારતા તેને ઇજા થઈ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સનટોન કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા હરીન્દ્રભાઈ ચંદ્રદેવભાઈ યાદવ (33) નામનો યુવાન એકાદ માળ જેટલી ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News