મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરાઇ


SHARE









મોરબીની ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અન્વયે મોરબીની ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડીસ્ટ્રીકટ કો ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા યોગ એટલે દરેક મુશ્કેલીમાં પણ શાંતિથી ઉભા રહેવાનું શીખવાની વિદ્યા છે અને યોગ એ માત્ર કસરત નથી એ જીવન જીવવાની એક શૈલી છે તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ પીએસઆઈ એસ.વી.સામાણી દ્વારા યોગ એ માણસની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ઉર્જા વધારનારું બળ છે. તેવો સંદેશો આપવામાં આવેલ હતો અને અંતમાં ન્યુ ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સીપાલ અંકીતભાઈ અને યોગા કોચ દ્વારા વિધાર્થીનીઓને યોગા કરાવવામાં આવ્યા હતા ત્યારે સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા.




Latest News