મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર


SHARE









મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી યોગ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા. સુર્યનમસ્કાર, નૌકાસન અને વૃક્ષાસન જેવી યોગ પ્રવૃત્તિઓમાં ૩૦ સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ઉત્તમ યોગ ક્ષમતા પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું આ સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરાયો હતો. “યોગ ભગાડે રોગ” તેવા હેતુથી યોગ સાથો સાથ તણાવથી મુક્તિ અપાવતા અને શરીર, જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરતા અને ભારત સહીત વિશ્વમાં જાણીતા એવા લાફ્ટર યોગાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના તણાવથી મુક્તિ મેળવી હળવાશનો અનુભવ કર્યો હતો ભારતીય ઋષિ મુનિયોની પરંપરા અને આજે વિશ્વના ફલક પર પહોંચેલા યોગ, યોગાસન માટેના કાર્યક્રમમાં લોક જાગૃતિ માટે થતા રહે તે તંદુરસ્ત સમાજ નિર્માણ માટે ખુબ જરૂરી હોવાનું આયોજકોએ જણાવ્યુ છે.




Latest News