મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો


SHARE













મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો

મોરબીમાં સાળા અને સાસરાના જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે રાખવાની ના કહેતા આધેડના ઘરે રાત્રિના 11 વાગ્યે મહિલાઓ સહિત કુલ મળીને 23 જેટલા લોકો આવ્યા હતા અને ત્યાર બાદ આધેડ અને તેના ભાઈની સાથે માથાકૂટ કરીને ધોકા વડે માથામાં અને શરીરે માર માર્યો હતો આટલું જ નહીં આધેડને ઘરની બહાર નીકળે તો જાનથી મારી નાખવાની ધમકી આપલે હતી જેથી આધેડ અને તેના ભાઈને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાઓ સહિત કુલ 23 જેટલા લોકોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડે આવેલ સુભાષનગર માર્કેટ યાર્ડની પાછળના ભાગમાં રહેતા દિલીપભાઇ મોતીભાઈ મેંદપરા (58)એ હાલમાં નિગમભાઇ શાંતિભાઈ ધોરીયાણી, નિમીતાબેન કેવલભાઇ ધોરીયાણી, પુષ્પાબેન નિગમભાઈ ધોરીયાણી, નિતીનભાઇ શીવાભાઈ મેરજા, પ્રદિપભાઇ પરસુંબીયા, સંગીતાબેન પ્રદિપભાઈ પરસુંબીયા, જાગૃતિબેન નવીનભાઇ ચાડમીયા, નવીનભાઇ ડાયાભાઇ ચાડમીયા, રવિભાઈ નિગમભાઈ ધારીયાણી, નિરજભાઇ શાંતીભાઈ ધોરીયાણી, રાજભાઇ નિરજભાઇ ધોરીવાણી રહે. બધા જ મોરબી અને તેની સાથે આવેલા અજાણ્યા 12 શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે

જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તા 27 ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે તેઓ પોતાના ઘરે હતા તારે તેના ભત્રીજા ઋતુલના સાસરીયા પક્ષના તેમના સાળા કેવલભાઈની પત્ની નિમીતાબેન સહિતના જુદીજુદી ત્રણ કારમાં ત્યાં આવ્યા હતા જેથી કરીને ફરિયાદી ઘરનો દરવાજો ખોલતા આ તમામ લોકો તેના ઘરમાં આવ્યા હતા અને ફરિયાદીને કહેવા લાગેલ હતા કે, “તમે ઋતુલના સાળો કેવલ અને તેના સસરા ભરતભાઈ મગનભાઈ ધોરીયાણીના ઝઘડામાં કેમ વચ્ચે ૫ડો છો” તેવું કહીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો જેથી કરીને ફરિયાદીના પત્ની પત્ની શિતલબેન નીચે આવ્યા હતા દરમ્યાન ફરિયાદીના ઘરે આવેલા મહિલાઓ સહિતનાઓએ તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી જેથી તેઓને નીચે જવાનું ફરિયાદી કહ્યું હતું અને ફરિયાદીની બાજુમાં તેનો નાનો ભાઈ સંજયભાઇ રહેતો હોય તે ત્યાં આવ્યો હતો.

ત્યાર બાદ ફરિયાદી અને તેના ભાઈને ઘેરી લઈને નિગમભાઇ ધોરીયાણીએ લઈને ફરિયાદી અને તેના ભાઈને માર માર્યો હતો. જયારે નિમીતાબેન ધોરીયાણી, પુષ્પાબેન ધોરીયાણી, નિતીનભાઇ મેરજા, પ્રદિપભાઇ પરસુંબીયા, સંગીતાબેન પરસુંબીયા, જાગૃતિબેન ચાડમીયા, નવીનભાઇ ચાડમીયા, રવિ ધોરીયાણી, નિરજભાઇ ધોરીયાણી અને રાજભાઇ ધોરીવાણી તેમજ તેની સાથે આવેલ અજાણ્યા 12 જેટલા માણસોએ ફરિયાદીને ઘેરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને નિગમભાઇ તથા પ્રદીપભાઇએ ગાળો આપી હતી. અને તમે બહાર નિકળો એટલે તમોને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી અને બાદમાં આરોપીઓ નાશી ગયા હતા જેથી કરીને ઇજા પામેલા ફરિયાદી અને તેના ભાઈને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

હાલમાં ઇજા પામેલા ફરિયાદીના ભત્રીજાના સસરા ભરતભાઇ મગનભાઈ ધોરીપાણી અને સાળા કેવલભાઈ ભરતભાઈ ધારીયાણીને મિલકત બાબત અવાર નવાર ઝઘડો થતો હતો જેથી ફરિયાદીના ભત્રીજાને બોલાવતા હતા જેથી ફરિયાદી તેના ભત્રીજાને વચ્ચે રાખવાની ના પડી હતી. અને આ બાબતે ફરિયાદી તેના ભત્રીજાના સાળા કેવલભાઈને ફોન કરીને તેના ભત્રીજાને પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે ન રાખવા માટે કહ્યું હતું જેની કેવલભાઈએ તેના ઘરે જાણ કરી હતી જેથી તેના કેવલભાઈના પત્ની નિમીનાબેન તેના સગા વ્હાલાઓને સાથે લઈ આવીને ફરિયાદી સાથે ઝઘડો કરીને ફરિયાદી અને તેના ભાઈને માર માર્યો છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News