મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ

મોરબીમાં આવેલ ગુલાબનગરમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ મારામારીનો બનાવ બનેલ હતો જેની બંને પક્ષેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે એક પક્ષના કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પૂછપરછ કરીને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે જો કે, એક આરોપીને પકડવાનો બાકી છે.

મોરબીના વીસીપરામાં આવેલ ગુલાબનગર વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઈ ઉર્ફે કાનો ગોવિંદભાઈ રાવા (33)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાઉદભાઈ ઉમરભાઈ જામ, રાયધન દાઉદભાઈ જામ, નજમાબેન ઉમરભાઈ જામ, અમીનાબેન ઉમરભાઈ જામ, લતીફ દાઉદભાઈ જામ, દાઉદ ભાઈનો ભાણેજ નવાબ અને જાવેદ મેમણ રહે. બધા વીસીપરા વાળાની સામે ફરિયાદ કરી હતી કે, આરોપી દાઉદભાઈ જામએ ફરિયાદીને ઘર સામે નહીં બેસવા ઠપકો આપેલ હતો અને બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને સાતેય આરોપીઓ એક સાથે છરી, ધારિયા, બેઝબોલના ધોકા, લોખંડના પાઇપ જેવા હથિયાર સાથે ફરિયાદીના ઘરે આવ્યા હતા. મારા મારી કરી હતી ત્યારે કુંવરબેન, ગોવિંદભાઈ, બાબુભાઈ,  મહેશભાઈ, વિજયભાઈ અને ફરિયાદીને માર માર્યો હતો અને ફરિયાદીના ઘરમાં બારણા તેમજ રિક્ષા અને બાઈકમાં તોડફોડ કરીને નુકશાની કરેલ છે જે ગુનાની તપાસ કરી રહેલા અધિકારી અને તેની ટિમ દ્વારા આ ગુનામાં આરોપી દાઉદ ઉમરભાઈ જામ (44), નજમાબેન ઉમરભાઈ જામ (25),  અમીનાબેન ફારૂકભાઈ કટિયા (35), લતીફ દાઉદભાઈ જામ (19) અને જાવીદ ઉર્ફે જાવલો રફિકભાઈ ગાજી (26) રહે. બધા મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરની પૂછપરછ કરીને તેને વાલીને સોંપી દેવામાં આવેલ છે તેમજ એક આરોપીને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News