મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ


SHARE









મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં મોરબીના નિવૃત પોસ્ટ માસ્ટર ભાવિ રાવલ અને એમના મિત્ર મંડળના ગ્રુપ જોય ઓફ ગિવિંગ અને ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના 400 બાળકોને વિદ્યા સહાય અર્પણ કરવામાં આવી હતી જેમાં બાલવાટિકાની દરેક વિદ્યાર્થીનીઓને 1 લંચ બોક્સ, ધો. 1 અને 2 ના દરેક વિદ્યાર્થીને 2 નંગ ક્રોસ લાઈન નોટ બુક તેમજ 1 પેન્સિલ બોક્સ, ધો. 3 અને 4 દરેકને 2 નંગ ડબલ લાઈન નોટ બુક તેમજ 1 પેન્સિલ બોક્સ, ધો. 5 થી 8 દરેકને 5 નંગ ફૂલસ્કેપ ચોપડા તથા પાંચ-પાંચ પેન બાળાઓને આપવામાં આવી હતી ઉલેખનીય છે કે, જોય ઓફ ગિવિંગ ગ્રુપ સરકારી શાળાએ જતા ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓને વિદ્યા સહાયનું કાર્ય વર્ષ 2012 થી કરે છે. આ ગ્રુપની સ્થાપના ભાવિપ્રસાદ રાવલ દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ સહસ્થાપક  ઘનશ્યામભાઈ અઘારા, અજયભાઈ અન્નડકટ તેમજ સીતારામભાઈ રામાનુજ છે. અને શાળામાં બાળાઓને વિદ્યા સહાય આપવા બદલ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.




Latest News