મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ


SHARE







મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ

ઉંચી માંડલ ગામેથી ગુમ થયેલ યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા પરિવારની યુવતી ઘરેથી કોઈને કંઇ કહ્યા વગર ગુમ થઈ જતા પરિવારે શોધખોળ કરી હતી છતાં પતો ન લાગતા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે નીચી માંડલ ગામે રહેતા રવિભાઈ હરજીવનભાઈ કુંડારીયા પટેલ (૩૨) દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરીયાદ કરતા જણાવવામાં આવ્યું હતું કે, દિશાબેન વનુભાઈ કંડારીયા પટેલ (૨૧) રહે. નીચી માંડલ મોરબી ગત તા.૨૬-૬ રાત્રીના ૮:૩૦ વાગ્યાના અરસામાં "ઘરની બહાર બેસવા માટે જાઉં છુ." તેમ કહીને ઘરેથી બહાર નીકળ્યા હતા અને બાદ ઘરે પરત આવ્યા ન હોય અને ગુમ થઈ ગયેલા હોય ઘર મેળે તપાસ કરવામાં આવી હતી છતાં પતો ન લાગતાં પોલીસમાં જાણ કરાઈ હતી અને તેને પગલે હાલ તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે થોડા દિવસો પહેલા મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા પરિવારના પૂજાબેન નાથાભાઈ જાદવ નામની ૨૪ વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી.તે બાબતે પરિવાર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમશુધા ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી અને તેની તપાસ તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા ચલાવવામાં આવી હતી અને તેઓ દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે, ગુમ થયેલા પૂજાબેન જાદવને રવિભાઈ વજુભાઈ ઉકાણી પટેલ (૨૭) રહે.રાજકોટ કોઠારીયા રોડ જયરાજ પાર્ક વાળા સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે લવ મેરેજ કરી લીધા હોવાનું તપાસમાં સામે આવેલ છે તેમ તાલુકા પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.
મારામારીના બનાવમાં ધરપકડ
રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા મહેબુબભાઇ ઇસ્માઈલભાઈ સોલંકી નામના ૪૨ વર્ષના ઇસમની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મારામારીના બનાવમાં સ્ટાફના મોમજીભાઈ ચૌહાણ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને નોટિસ આપીને જામીન મુકત કરાયા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી સામાકાંઠે રહેતા ભાર્ગવ દિવ્યેશભાઈ કનેરિયા નામના ૨૪ વર્ષના યુવાનને અજાણ્યા બાઈક સાથે અથડામણ થતા ઈજા થતાં સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબી વીસીપરા પાસે આવેલ રણછોડનગરમાં રહેતા મુસ્કાનબેન બચુભાઈ મોવર નામના ૧૯ વર્ષીય યુવતી કોઈ કારણોસર ઘરે ફીનાઇલ પી જતા સારવાર માટે સિવિલએ લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીની હરીગુણ રેસીડેન્સી ખાતે રહેતા શાંતાબેન મોતીભાઈ ધોરિયાણી નામના ૬૦ વર્ષના વૃદ્ધા ઘુંટુ ગામથી પરત ઘર તરફ જતા હતા ત્યાં રસ્તામાં રામકો વિલેજ નજીક બાઇકમાંથી પડી જતા સામાંકાંઠે આવેલ શિવમ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે જોધપર નદી ગામે રહેતા રંજનબેન વિનુભાઈ સુરેલા નામના ૭૫ વર્ષના વૃદ્ધાને પુત્ર દ્રારા માર મારવામાં આવતા ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના ઘુંટુ ગામે રહેતા વિજયભાઈ મહેશભાઈ ડામોર નામના ૨૭ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેને એપોલો પેપર મિલ નજીક ત્રણ લોકોને પથ્થર વડે માર મારતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર પૃથ્વી હીલ ખાતે રહેતા કાનજીભાઈ કુંવરજીભાઈ દલસાણીયા (૭૦) નામના વૃદ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા ત્યાં નીચી માંડલ નજીક તેઓ બાઈકમાંથી નીચે પડી જતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે જેતપર રોડ પાવળીયારી પાસે રહેતા કરણ અમરજીત રામ નામના ૨૦ વર્ષના યુવાનને રંગપર નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સારવાર માટે અત્રેની સાગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.તેમજ લીલાપર ગામે પોલિપેક યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા મનોજ મદનમોહન પટેલ નામના ૩૫ વર્ષના યુવાનને કામ દરમિયાન પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો






Latest News