મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી


SHARE









મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી

મોરબીમાં રહેતા યુવાનને કોલસા આપવા માટે એડ્વાન્સમાં રૂપિયા લઈને તેને અડધી જ રકમનો માલ આપવામાં આવ્યો હતો અને ત્યાં બાદ તેને માલ આપવામાં આવેલ ન હતો અને રૂપિયા પણ પાછા આપેલ ન હતા અને આટલુ જ નહી રૂપિયા પાછા ન આપવા પડે તે માટે કારસો રચવામાં આવ્યો હતો અને એડવાન્સમાં રૂપિયા લેનારા શખ્સે તેના જ મિત્રને ડીવાયએસપી તરીકે યુવાનને ફોન કરાવ્યો હતો અને યુવાનને ડરાવી ધમકાવીને તેની પાસેથી ગૂગલ પે મારફતે 30,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની સામે કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં વેલકમ પ્રાઈડ ફ્લેટ નંબર ઈ-201 માં રહેતા અમિતકુમાર દલીચંદભાઈ વરમોરા (39)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી, હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયા અને હિમાંશુ ભટ્ટ નામના ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તે કોલસાનો બિઝનેસ કરતો હોય તેણે દિલીપભાઈ જીવાણી પાસેથી માલ લેવા માટે એડ્વાન્સમાં 23 લાખ રૂપિયા આપેલ હતા જેની સામે તેણે 12 લાખનો માલ આપવામાં આવેલ હતો જો કે, 10.69 લાખ રૂપિયાનો માલ આપવામાં આવેલ ન હતો જેથી તે રૂપિયાની ફરિયાદી દિલીપભાઈ જીવાણી પાસે માંગણી કરી હતી પરંતુ તે રૂપિયા ફરિયાદીને આપ્યા ન હતા અને ત્યાર બાદ દિલીપભાઈ જીવાણીએ તેના મિત્ર હિતેશભાઈ કેશવજીભાઇ કામરીયાને પોતે ડીવાયએસપી છે તે પ્રકારે ફરિયાદી યુવાનને ફોન કરાવ્યો હતો. અને હિતેશભાઈ કામરીયાએ ડીવાયએસપી તરીકે ફોન કરીને યુવાને ડરાવી ધમકાવીને રૂપિયાની લેતીદેતી બાબતે જે પ્રશ્ન છે તે સોલ્વ કરાવવાનું કહ્યું હતું અને ત્યાર બાદ હિતેશભાઈ કામરીયાના કહેવાથી ફરિયાદી હિમાંશુ ભટ્ટના મોબાઈલ નં. 88490 11793 ઉપર 30 હજાર રૂપિયા ગુગલ પે કરી આપ્યા હતા ત્યાર બાદ યુવાને આ બાબતે બી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જેના આધારે પીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમે આ ગુનામાં પહેલા દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી અને હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયા સામે કાર્યવાહી કરી હતી અને હાલમાં આરોપી હિમાંશુભાઈ રમેશચંદ્ર ભટ્ટ રહે. 202 કૈલાશ પેલેસ મેઘાણી સ્કૂલ પાસે અવનિ રોડ મોરબી મૂળ રહે. નંદોર રાજસ્થાન વાળાની પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અંકુર મહિપતભાઈ રાવલ (37) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

પેટ્રોલ પી જતાં સારવારમાં

મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા માવજીભાઈ બેચરભાઈ (35) નામનો યુવાન કોઈ કારણોસર ઘર પાસે પેટ્રોલ પી જતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આઇમાં ટાઉનશિપ સામેના ભાગમાં રહેતા કિરણબેન ખેંગારભાઈ પરમાર (42) નામની મહિલા ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે મેઇન રોડ ઉપરથી એકટીવામાં જતા હતા ત્યારે કાર ચાલકે એકટીવાને ટક્કર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અફઝલ ઓસમાણભાઈ કલાડિયા (43) ને ઇજા થઈ હતી ત્યારે સામાપક્ષેથી ઇમરાન સતારભાઈ (35) અને ફઝલ ઇમરાનભાઈ (2) નામના વ્યક્તિઓના ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.




Latest News