મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો


SHARE











મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો

મોરબી એલસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અનેક વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા તે ઇસમને પકડીને હાલ વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂના અનેક ગુનાઓમાં ચોપડે ચડી ચૂકેલા મહેશ દેવાભાઈ ખીંટ ભરવાડ (૩૦) રહે.જશોદાનગર ભચાઉ કચ્છ (ભુજ) મૂળ રહે.મણાબા તા.રાપર કચ્છ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.જેથી મહેશ ખીંટને પકડીને હાલ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.

ગળેફાંસો ખાઈ જતા સારવારમાં

ટંકારાના જબલપુર ગામે આવેલ કગથરા ઇન્ડસ્ટ્રીઝ નામના યુનીટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા નીરજ છત્રપાલભાઈ નામના ૨૦ વર્ષના યુવાને કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી અર્ધ બેભાન હાલતમાં તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.મોરબીની રવાપર ચોકડી પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં બાઈકમાં બેઠેલ વિવા અનિલભાઈ અઘારા રહે.ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર નામની સાત વર્ષની બાળકીને ઇજા થતાં અત્રે ૐ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ફિદાઇપાર્ક વિસ્તારમાં રહેતા અલ્તાફ બરકતભાઈ ટીડાણી ખોજા (૪૯) નામના યુવાનને દલવાડી સર્કલ આનંદ પાર્ક જતા રસ્તે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે ઝઘડો થયો હતો અને તેમાં મારામારી થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે બાઈક લઈને જતા દલવાડી સર્કલ પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં મનીષ દેવકરણભાઈ ડાભી (ઉમર ૩૦) રહે. મોટી કેનાલ પાસે કપોરીની વાડી વિસ્તારને સારવાર માટે લઈ જવાયો હતો.

યુવાન સારવારમાં

રવાપર ગામે આવેલ મંદિર પાસે ટુ-વ્હીલર સ્લીપ થવાના અકસ્માત બનાવમાં જયેશભાઈ નરસિભાઈ દેસાઈ (૪૩) રહે.ઓટાળા હનુમાન મંદિર પાસે તા.ટંકારાને ઇજા પામેલા હાલતમાં અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ઢવાણા ગામે રહેતા જગદીશભાઈ શંકરભાઈ રાઠવા નામનો ૪૩ વર્ષનો યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે વાડીએથી પરત ઘરે જતા રસ્તામાં ભૂંડ આડું ઉતરતા વાહન સહિત પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

ટંકારાના ખીજડીયા રોડ ખાતે રહેતા દિનેશભાઈ ચનાભાઈ નામના ૪૦ વર્ષીય યુવાનને ખીજડીયા રોડ ઉપર બાઈકમાંથી પડી જતા મોઢાના ભાગે ઈજા પામેલ હાલતમાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે પડધરી નજીકના તરઘડી ગામે રહેતા જેન્તીભાઈ ચુનીભાઇ ગોહિલ નામના ૪૨ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે ટંકારાના વીરપર પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા પામતા સારવાર માટે મોરબીની આયુષમાં લાવ્યા હતા.ત્મ પોલીસે જણાવેલ છે.






Latest News