મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો


SHARE









મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના રંગપર ગામે આવેલ માધ્યમિક શાળા અને તાલુકા શાળાના સંયુકત ઉપક્રમે ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને ટીડીઓ ડાંગરભાઈની અધ્યક્ષતામા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને ત્યારે આંગળવાડી, બાલવાટીકા તથા ધો. 9 મા નવા પ્રવેશ લીધેલ બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. ત્યારે સરપંચ મેઘરાજસિંહ ઝાલા, પુર્વ સરપંચ મહેન્દ્રસિહ ઝાલા, પંચાયતના સદસ્યઓ જયેન્દ્રસિહ ઝાલા, સચિનભાઇ વિરમગામા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બન્ને શાળાના આચાર્ય રાજેશભાઇ ડાંગર તથા મનોજભાઇ કાચરોલાએ જહેમત ઉઠાવી હતી. મોરબીના માણેકવાડા ગામે આવેલ પ્રાથમિક  શાળામાં પ્રવોશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 17 બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપાવ્યો હતો. ત્યારે તલાટી મંત્રી શ્રીમતિ નિશાબેન પટેલ તરફથી બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ તકે મયુરિબેન (CDPO), મોરબી શ્રીમતિ વંદનાબેન સોનગરા (CRC), સરપંચ  બ્રિજરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.




Latest News